શહેરા,
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થતા તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે ત્યારે સતત મોડી રાતથી એક સતત વરસાદને કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે, આવી છે .પંચમહાલ જિલ્લાના શહેરા નગર પાસે હાલોલ શામળાજી હાઇવે માર્ગને અડીને આવેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના સબ સ્ટેશનમાં આવેલુ છે.આ સબ સ્ટેશનમા પાણી ઘૂસી જતા વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. સબ સ્ટેશનમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું હતું. તેના કારણે વીજ ફીડરો બંધ કરવાની ફરજ પડી છે.હાલોલ શામળાજી રોડ સૂધી પાણી અડી ગયુ હતૂ.હાલમા વરસાદ ઓછો થાય અને પાણી ઘટે ત્યારે વીજ પૂરવઠો શરુ થઈ શકે તેવી માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.વીજપુરવઠો ખોરવાતા ૪૦ જેટલા ગામોમા વીજળી ગૂલ થઈ જવા પામી છે.