ગોધરા
પંચમહાલ જીલ્લામા ગતમોડી રાતથી મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે. જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી હતી. રવિવાર મોડીસાંજથી જીલ્લાના તમામ તાલુકાઓમા સાર્વત્રિક વરસાદ નોધાયો હતો. શહેરા તાલુકામા પણ વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ જોના મળ્યા હતા. નાળાઓ પણ પાણીથી છલકાઈ બે કાંઠે વહી રહ્યા હતા. ડાંગરના પાકને પણ વરસાદ થતા જીવતદાન મળ્યુ હતુ. વરસાદને કારણે લોકોએ ઘરમા જ રહેવાનુ મુનાસિબ માન્યુ હતુ.
ગુજરાતમા સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે તમામ જીલ્લાઓમા વરસાદની આગાહીના પગલે પંચમહાલ જીલ્લામા પણ પાછલા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.રવિવાર બપોરે વિરામ લીધા બાદ ફરીથી મોડી રાતે મેઘરાજાએ જાણ પંચમહાલ જીલ્લાને પાણીથી ભીંજવી નાખવાનુ નક્કી કર્યુ હોય સતત વરસ્યા હતા. શહેરા તાલુકામા ભારે વરસાદ વરસ્યો હતો.ગ્રામીણ વિસ્તારમા વરસાદને કારણે વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.ખેતરોમા પાણીથી જાણે તરબોળ થઈ ગયા હતા. અને પાણી ખેતરોમા પણ વહેતા જોવા મળ્યા હતા. વરસાદને કારણે તળાવોમા પણ નવા નીરની આવક જોવા મળી હતી. વરસાદ પવન સાથે હોવાથી મકાઈનો પાક પણ પડી ગયો હતો. ગલગોટાની ખેતી કરનારા ખેડુતો પણ છોડ પડી જવાથી ચિંતામા ગરકાવ થયા હતા. વરસાદને કારણે હાલોલ શામળાજી હાઈવે માર્ગ પર વૃક્ષો પડવાની ઘટના બની હતી.શહેરા જીઈબી મુખ્ય કચેરી સામે વૃક્ષો પડી જતા શહેરા પોલીસની ટીમ પહોચી જઈ વૃક્ષો હટાવીને વાહનવ્યવહાર સરખો કર્યો હતો. જીલ્લાના શહેરા તાલુકામા 45 મીમી.મોરવા હડફમા 67મીમી,ગોધરા 33મીમી ,કાલોલ 10મીમી ,ઘોંઘબા15મીમી ,હાલોલ7મીમી જાંબુઘોડા15મીમી વરસાદ નોધાયો હતો. વરસાદને કારણે પાનમ ડેમ અને હડફ ડેમમા પણ પાણીની સારી એવી આવક નોધાઈ હતી. પાનમડેમમા 33000 ક્યુસેક પાણીની નવી આવક નોધાઈ હતી. પાનમડેમમા 73 ટકા જથ્થો નોધાયો હતો. હડફ ડેમના ઉપરવાસમા વરસાદ થતા પણ 40000 ક્યુસેક જેટલી પાણીની આવક નોધાઈ છે. પાંચ ગેટ ખોલીને પાણી છોડવામા આવી રહ્યુ છે.