મોડાસા રામદેવરા મંડળ સેવા સંઘ મહંત શ્રી સ્વ ચંદુલાલ યોગી દ્વારા 40 વર્ષ પહેલા રામદેવરા રામદેવજી મહારાજના દર્શન કરવા પદયાત્રા સંઘ નીકળેલ 800 કિમીની આ પદયાત્રા સંઘ છેલ્લા 40 વર્ષથી પરંપરાગત રીતે મોડાસા થી રામદેવડા 700 થી વધુ ભક્તો ભક્તિ ભાવથી પગપાળા રામદેવજીના દર્શન કરવા જાય છે મહંત ધર્મેન્દ્રનાથ યોગી મહંત શ્રી જશુનાથયોગી દ્વારા આ પદયાત્રા સંઘ નું ભવ્ય સંચાલન થાય છે આવા ચોમાસામાં પણ આ પરંપરાગત નીકળતી પદયાત્રા ચોમાસા ના વાતાવરણમાં પણ ભક્તો ની શ્રદ્ધાને ડગાવી શકી નથી આ પદયાત્રા સંઘ નું દીપ પ્રાગટ્ય રાજ્યકક્ષાના મંત્રી ભીખુસી જી પરમાર અરવલ્લી જિલ્લા દેવરાજ ધામના મહંત ધનેશ્વર ગીરીજી મહારાજ જીવદયા પ્રેમી નિલેશ જોશી આજુબાજુથી પધારેલા સંતો મહંતો ના આશીર્વાદ લઇ આ પગપાળા સંઘ નું પ્રસ્થાન મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર પદયાત્રા સંઘની વ્યવસ્થા રામદેવ મંડળ સેવા સંઘ મોડાસા દ્વારા કરવામાં આવી રહી છે
ભક્તોની શ્રદ્ધા અટલ મોડાસા શ્રી રામદેવડા મંડળ સેવા સંઘ 40 માં વર્ષે પ્રસ્થાન
Advertisement
Advertisement