asd
27 C
Ahmedabad
Wednesday, September 18, 2024

પંચમહાલના ખેડુતોની જીવાદોરી સમાન પાનમડેમ 94.55 ટકા ભરાતા ખુશી લાગણી છવાઈ


શહેરા
પંચમહાલ જીલ્લામા પાછલા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદને કારણે જીલ્લામા આવેલા જળાશયોમા પાણીની ભારે આવક જોવા મળી છે. ખેડુતો માટે જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમમા પણ ઉપરવાસમા વરસાદ થતા પાનમ વિભાગ દ્વારા દરવાજા ખોલવામા આવતા પાનમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. પાનમડેમની આસપાસ પણ સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ હતુ. પ્રવાસીઓ પણ ડેમ અને પ્રાકૃતિક સૌદર્યનો નઝારો માણતા નજરે પડતા હતા.

Advertisement

પંચમહાલ જીલ્લામા જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમ આવેલો છે.પાનમડેમ મહિસાગર જીલ્લાના લુણાવાડા સંતરામપુર અને પંચમહાલના શહેરા તાલુકાની ત્રિભેટે આવેલો છે. હાલમા ગુજરાતમા સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે ભારે વરસાદ થયો હતો.પાનમડેમમા પડેલા ઉપરવાસમા પડેલા વરસાદને કારણે પાનમડેમ સંપુર્ણ છલોછલ ભરાયો હતો. પાનમડેમમાથી પાંચ ગેટ ખોલીને નદીમા પાણી હાલમા છોડવામા આવી રહ્યુ છે. પાનમવિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલમા પાનમડેમમા પાણીની આવક 18687 ક્યુસેક અને જાવક 20770 હજાર ક્યુસેક છે.વરસાદ સારો થતા હાલમા પાનમડેમ 94.55 ટકા ભરાઈ ગયો છે. પાનમડેમમા પાણી છોડવામા આવતા નજારાને માણવા પર્યટકો આવી રહ્યા છે. હાલમા પાનમડેમનુ લેવલ 126.90 નોધાયુ છે. અત્રે નોધનીય છે કે પંચમહાલ જીલ્લાના શહેરા, ગોધરા તેમજ મહિસાગર તાલુકાના લુણાવાડા તાલુકાના ગ્રામીણ વિસ્તારના ખેડુતોને પીયતનુ પાણી પાનમ સિંચાઈ યોજનાથી આપવામા આવે છે. જેથી ચોમાસા સિવાય ઉનાળા અને શિયાળામા પણ સિચાઈનુ પાણી આપવામા આવે છે. હાલ ડેમમા પાણીની છલોછલ આવક થતા ખેડુતોમા પણ ખુશી જોવા મળી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!