અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાન સામે વળતર આપવા સહિતના અલગ અલગ ત્રણ મુદ્દે આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આમ આદમી પાર્ટીએ આવેદન પત્રમાં રજૂઆત કરી છે કે, મોડાસા તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે થયેલા નુકસાન સામે વળતર ચુકવવામાં આવે. આ સાથે જ સરકારી અને ખાનગી કચેરીઓમાં મહિલા કર્મચારીઓને ઓફિસ સિવાયના સમયમાં રોકવામાં ન આવે, જ્યારે અરવલ્લી જિલ્લાની સરકારી કચેરીઓ તેમજ સેવાસદનની વિવિધ કચેરીોમાંમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારી ભરતી પારદર્શક રીતે થયા અને કેટલાય સમયથી એક જ જગ્યાએ સ્થાયી થયેલા હંગામી કર્મચારીઓની બદલી કરવામાં આવે.
આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપતા જણાવ્યું કે, મોડાસા નાગર પાલિકા વિસ્તાર કોલેજ રોડ, ભેરુંડા રોડ પર આવેલ આશિયાના પાર્ક,ગરીબ નવાઝ,જીલાની પાર્ક સહિતની સોસાયટીઓમાં ઘણાં સમયથી ભૂગર્ભ ગટર લાઇનનું કામકાજ ચાલે છે, જેનાથી મોટાભાગની સોસાયટીમાં વિવિધ રસ્તાઓની હાલત બિસ્માર થયેલ છે. અમુક વિસ્તારોમાં પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો નથી તથા અમુક રસ્તા પર વાહન તો ઠીક માણસો પણ ચાલીને અવર-જવર કરી શકતા નથી. આમ આદમી પાર્ટીએ નાગરપાલિકાની વિવિધ વિકાસલક્ષી કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે જ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી લોકોના ઘરોમાં પાણી ભરાત મોટા નુકસાન સામે વળતર આપવાની માંગ કરી હતી.
આ સાથે જ અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી મૌખિક રજૂઆત કરતા જણાવ્યું કે જિલ્લા સેવાસદન તેમજ જિલ્લા/તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારી તથા હંગામી કર્મચારીઓની ભરતીની પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા આવે. આ સાથે જ જમાવ્યું કે, હંગામી કર્મચારીઓની નિયુક્તિ થાય છે, જેમાં મોટા ભાગના કિસ્સામાં કોઈ જાહેર અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવતી નથી, જેથી છેવાડાના બેરોજગાર યુવાનો સુધી આ સમાચાર મળતા નથી. આ સાથે જ કલેક્ટરને રજૂઆત કરી કે, ઉચ્ચ અધિકારીઓની સંદર્ભ સાથેની ભલામણ તેમજ રહેમ નજર હેઠળ ઉપરના પૈકીના કર્મચારીઓ એક જ જગ્યા પર ઘણાં વર્ષોથી અડ્ડો જમાવીને બેઠા છે. આવા હંગામી કર્મચારીઓની બદલી કરવામાં આવે.
ત્રીજી માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂાત કરી કે, અરવલ્લી જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતી મહિલાઓની મળેલ કેટલીક મૌખિક રજૂઆતોને પગલે જે તે કર્મચારીઓને ઓફિસ સિવાયના સમયમાં રોકી રાખવામા આવે છે. મહિલાઓને યોગ્ય સમય દરમિયાન બોલાવવામાં આવે તેવી પણ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.