મોડાસા તાલુકાના દધાલિયા ગામેથી તબેલામાં બાંધેલી ભેંસોની તસ્કરી ની ફરિયાદના આધારે ટીંટોઇ પોલીસ તપાસમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઉપરોક્ત ગામેથી ચોરી થયેલ બે ભેસોને કેટલાક અજાણ્યા ઇસમો પીકપ ડાલામાં લઈ જઈ રહ્યા છે જેથી ટીંટોઈ પોલીસ દ્વારા નેત્રમ શાખાની મદદ લેવાઈ હતી નેત્રમ શાખા ની મદદથી મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારમાંથી ચોરી થયેલ ભેસો નંગ બે જેની કિં.રૂપિયા ૯૬૦૦૦/તથા ગુન્હામાં વપરાયેલ પીકઅપ ડાલુ જેનો રજી.નંબર જીજે.૩૧ ટી.૬૯૪૮ કિં. રૂપિયા ૫૦૦૦૦૦/સાથે કુલ મુદ્દામાલ ૫.૯૬.૦૦૦૦૦/સહિત ચાલક અખ્તરભાઈ બુલાખી ભાઈ મુલતાની રહે.ચાંદટેકરી તા. મોડાસા જિ. અરવલ્લી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આરોપીની પૂછપરછ કરતા સદરી ભેંસો મહેશભાઈ રાકેશભાઈ બામણીયા રહે તરકવાડિયા (વલુણા) તા. મેઘરજ જી. અરવલ્લી તથા રોકિંનસિંહ જીતેન્દ્રસિંહ મકવાણા રહે.સુરપુર તા. મોડાસા જી. અરવલ્લી ના ઓએ ભેંસો ચોરી કરી આપેલી હોવાની હકીકત મળતા ઉપરોક્ત બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી તબેલા માંથી ભેંસોની ચોરી થઈ હોવાથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો