asd
25 C
Ahmedabad
Wednesday, December 11, 2024

અરવલ્લી : મોડાસાના ડુઘરવાડાથી સાકરીયા તરફનો 500 મીટરનો ડામર રોડ વન વિભાગે અટકાવ્યો, મંત્રીની ભલામણ પણ અભરાઈએ ચઢાવી !


સમગ્ર રાજ્યમાં અધિકારી રાજ ચાલે છે તે ચોક્કસ વાત છે, અધિકારીઓ નેતાઓનું તો ઠીક મંત્રીને પણ ગાંઠતા ન હોય તેવું સ્પષ્ટ લાગે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડુઘરવાડા ગામે થી સાકરિયા ગામે જતો રોડ છેલ્લા ઘણાં સમયથી અટકી ગયો છે. અંદાજે ત્રણ કિ.મી. નો રોડ બે ગામને જોડે છે, જેને પાકો બનાવી દેવાયો છે, પણ કોઈ કારણોસર આ રોડ વચ્ચે 500 મીટર અધૂરો છોડી દીધો છે, જેને લઇને ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે. અધિક કલેક્ટર જશવંત જેગોડાએ સ્થાનિક લોકોની વાતને ગંભીરતા દાખવી અને ગ્રામજનોની વાત સાંભળી તાત્કાલિક વન વિભાગને ટેલિફોનિક વાત કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે કલેક્ટર કચેરી ખાતે બોલાવી દીધા હતા.

Advertisement

Advertisement

ડુઘરવાડા અને સાકરિયાના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપતા જણાવ્યું કે, ડુઘરવાડા ગામના રહીશો અને સાકરીયા ગામના રહીશો ઘણા લાંબા સમયથી ડામર રોડ તેમજ આ રસ્તા ઉપર આવતા ચાર થી પાંચ ગરનાળા પાકા થાય તેમ ઈચ્છતા હતા. આ કાચો રસ્તો અમારા બંને ગામના વડવાઓ વખતનો આ રસ્તો હતો. તે વખતે આજ ફોરેસ્ટમાં થઈને અમારા વડવાઓ બળદ ગાડા તેમજ ટ્રેકટરો લઈને જતા હતા. તે વખતનો આ કાચો રસ્તો હતો. અને હાલમાં પણ આજે વન વિભાગમાં થઈને આ ૫૦૦ મીટરના કાચા રસ્તા ઉપર થઈને અમો બંને ગામના રહીશો ખેતી કરવા માટે અવર જવર કરીએ છીએ. તેમાં એકપણ વૃક્ષનું નુકસાન પણ થતું નથી તે રીતનો વર્ષો પુરાણો આ રસ્તો છે. આ કાચા રસ્તા ઉપરથી અમો બંને ગામના રહીશો અવર જવર કરીએ છીએ. સાકરીયાની સીમ છેક અમારા ડુઘરવાડા સીમ સુધી છે અને ડુઘરવાડાની સીમ પણ છેક સાકરીયાની હદમાં છે. આમ બંને ગામના ખેતરો ભેગા છે અને અવાર નવાર આ જ રસ્તાનો ઉપયોગ કરતાં આવ્યા છીએ. તેમાં વન વિભાગનો એક પણ વૃક્ષનું નિકંદન થતું નથી. આ રસ્તો ૨૦૦ વર્ષથી પણ વધારે સમયનો છે. તેમ છતાં આજના આધુનિક યુગમાં ખેડૂતોને સમય ન વેડફાય તેમજ ડીઝલ અને પ્રેટ્રોલની બચત થાય તે હેતુથી નામદાર સરકારએ આ રસ્તો ડામર રોડ મંજુર કરેલ છે અને સં પૂર્ણપણે પાકા ગરનાળા સાથે આ કાચો રસ્તો ડામર રોડ પણ બની પણ ગયેલ છે. અને તેમાં ખાલી ૫૦૦ મીટરનો ટુકડો વન વિભાગે રસ્તો રોકયો છે.

Advertisement

Advertisement

ગ્રામજનોએ આ અંગે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારને લેખિતમાં જણાવતા, મંત્રીના કાર્યાલયથી સચિવે તાત્કાલિક આ અંગે જિલ્લા કલેક્ટરને ઘટતું કરવા માટે જણાવ્યું હતું. 4 જાન્યુઆરી 2024 ના રોજ મંત્રીના કાર્યાલયથી કલેક્ટરને જાણ કરવામાં આવી હતી, જોકે કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે ગ્રામજનો ફરીથી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા. હવે જોવું રહ્યું કે, પ્રજાના સેવકો પ્રજા માટે છે કે, પછી બીજા માટે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!