ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભારે વરસાદથી અસરગ્રસ્ત માંડવી વિસ્તારની મુલાકાત લઈ નુકસાન ની વિગતો મેળવી
માંડવીના મુખ્ય ચોક આઝાદ ચોક અને મુખ્ય બઝારમાં દસ દસ ફૂટ પાણી ભરાતા નાના નાના વેપારીઓ બરબાદ થઈ ગયા છે . માંડવીના પાણીના નિકાલનું પેટ્રોલ પંપ પાસેનું નાળું વારંવાર કહેવા છતાં સાફ પણ ના કરાયુ અને પહોળું પણ ના કરાયુ જેથી લોકો બરબાદ થયા . લાખો રૂપિયા ગટરના કામો માટે બીજેપીની નગરપાલિકામા ઉધારવામાં આવે છે પરંતુ તેમા માત્ર ભ્રષ્ટાચાર થાય છે તેવી લોકોની ફરિયાદ મળી . આજે પણ બજારમા ઠેર ઠેર પાણી છે . વેપારીઓને નુકસાની માટે સહાય સરકાર કરે તે જરૂરી છે .