શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામ પાસેથી પસાર થતા પાકા રસ્તા પર બે ભુવા પડતા અકસ્માતનો ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે. તંત્ર દ્વ્રારા આ ભુવાને પુરીને સમારકામ કરાવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામ પાસેથી પસાર થતો પાકો ડામર રસ્તો પાનમડેમ તેમજ બોરીયા સહિતના ગણા ગામોને જોડે છે. હાલમા આ રસ્તા પર વરસાદને કારણે ઠેકઠેકાણે ખાડા પણ પડી ગયા છે. ત્યારે શેખપુર ગામ પાસે નાગણેશ્વરી માતાના મંદીર અને પ્રાથમિક શાળાની વચ્ચે પસાર થતા રોડ પર નાનકડા બે ભુવા પડી ગયા છે.તેના કારણ અકસ્માતનો ભય તેમજ સ્થાનિક ગ્રામજનોને લગાવાઈ રહ્યો છે. આ રસ્તો ઘણા ગામોને જોડતો હોવાથી વાહનોની અવરજવર મોટા પ્રમાણમા થાય છે. હાલમા પડેલા વરસાદને કારણે અહી રસ્તા પર બે ભુવા જોવા મળી રહ્યા છે. જોકે તેમા કોઈ પડી જાય તે માટે તેમા વૃક્ષોની ડાળીઓ સ્થાનિક લોકો દ્વારા મુકી દેવામા આવી છે. પણ આ મામલે હવે તંત્ર દ્વારા પણ આ ભુવો પુરી સમારકામ કરવામા આવે તેવી માંગ કરવામા આવી છે. સાથે આ રસ્તાને પણ નવીનીકરણ કરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે.