બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલા પગીયાના મુવાડા ગામે વાંઘામાંથી ત્યજી દીધેલ નવજાત શિશુ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.
સાઠંબા નજીક પગીયાના મુવાડા ગામે વાંઘામાંથી એક ત્યજી દેવાયેલું નવજાત બાળક(પુત્ર) કોઈ યુવાન જોઈ જતાં ગામ લોકોને જણાવતાં તાત્કાલિક સાઠંબા પોલીસને જાણ કરવામાં આવી હતી
સાઠંબા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નવજાત શિશુ (પુત્ર)નો કબજો મેળવી વાત્રક હોસ્પિટલ ખાતે પહોંચાડ્યું હતું સાઠંબા પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement
Advertisement