38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત શેઠ એમ એન કોન્ટ્રાક્ટર એજ્યુકેશન કોલેજ ઓફ ડભોઇ ખાતે શિક્ષક દિનની ઉજવણી

શેઠ એમ એન કોન્ટ્રાક્ટર એજ્યુકેશન કોલેજ ઓફ ડભોઇ ખાતે શિક્ષક દિનની ઉજવણી

0
178

શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી શેઠ એમ એન કોન્ટ્રાક્ટર એજ્યુકેશન કોલેજ ઓફ ડભોઇ ના આચાર્ય ડોક્ટર સીએસ સંગાડા ના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે કેળવણીકાર ડોક્ટર સંતોષ દેવકરે શિક્ષક દિન અને શિક્ષકોનું મહત્વ સમજાવ્યું હતું. આજે શિક્ષકની ગરિમા જાળવવાની જવાબદારી શિક્ષકની પોતાની છે શિક્ષકે ભણાવવાનું નથી પરંતુ વિદ્યાર્થીને શીખતો કરવાનો છે. એવી મહત્વની વાત તેમણે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર પ્રજાપતિ એ કરેલું અને આભાર વિધિનો ભાર ડોક્ટર બારોટ સાહેબે સંભાળ્યો.

ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરેશભાઈ રાયજાદા સલીમભાઈ મનસુરી રાજેશ જાદવ અશોકવાડકર ડોક્ટર મનન વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ડોક્ટર રાધાકૃષ્ણ ની યાદ માં શિક્ષક દિન ઉજવાતો હોય છે ડોક્ટર રાધાકૃષ્ણન રાષ્ટ્રપ્રમુખ બન્યા તે પહેલા તેઓ શિક્ષક હતા તેથી શિક્ષક નું સન્માન આ દિવસે થયું અને એ રીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે.

ડોક્ટર સંતોષ દેવકરનું કાર્યકરના અધ્યક્ષ અને કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!