અરવલ્લી જિલ્લામાં જો સૌથી ભ્રષ્ટ ખાતું ચાલતું હોય તો તે છે માર્ગ અને મકાન વિભાગ જ્યાં રસ્તો બનાવ્યો હોય ત્યાં જો એક વર્ષ પછી મુલાકાત કરીએ તો રસ્તાનો નકશો જ બદલાઈ ગયો હોય તેવો ઘાટ જોવા મળે છે માત્ર ને માત્ર રીપેરીંગ અને કામોના બીલો પાસ કરવામાં માહેર તંત્ર ક્યારે પોતાની ફરજ સમજી કામ કરશે હવે તે જોવાનું રહ્યું
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રસ્તાઓ ને લઈ બૂમો વધી છે છતાં તંત્ર નઠાળું હોય એવી રીતે ઉંગી રહયું છે અધિકારીઓ ચોમાસુ હોય કે ઉનાળો કે પછી શિયાળો AC ની હવામાં મસ્ત બન્યા રહે છે પણ રસ્તાઓ બાબતે નિરાકરણ કે ગુણવંત્તા વાળુ કામ થતું નથી જેને લઇ જન આક્રોશ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો
ગુજરાત સરકારે અરવલ્લી જિલ્લાને મંત્રી આપ્યા છે પણ મંત્રીના જિલ્લામાં જ રસ્તાના કામોને લઇ લોકોમાં રોશ વધ્યો છે ત્યારે જો મંત્રીના જ જિલ્લામાં રસ્તાની પરિસ્થિતિ ને ધ્યાને ન લેવાતી હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે થોડા દિવસ પહેલા શામળાજી મેશ્વો ડેમ પર પણ ધારાસભ્ય દ્વારા રજુઆત કરાઈ રસ્તાને લઇ છતાં માર્ગ મકાન વિભાગે કોઈજ કામ ના કયુઁ ત્યારે સવાલ ઉભો થાય છે કે મંત્રીના જિલ્લામાં અને ધારાસભ્યનું પણ કહેલું તંત્ર ધ્યાને નથી લેતું તો આમ જનતા નું શું થશે
મોડાસા રાજેન્દ્રનગરનો 20 કિમિ જેટલો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે ત્યારે રસ્તાને લઇ મેઢાસણ ખંભિસર પાસે યુવકો એ રસ્તા રોકી વિરોધ કર્યો હતો મોડાસા રાજેન્દ્રનગર ફોરલેન કામ ને લઈ રસ્તા રોકો આંદોલન કરાયું હતું જેને લઇ રસ્તા ની બંને બાજુ વાહનો ની લાગી લાઈનો છેલ્લા ચાર મહિના થી તંત્ર દ્વારા કામ બંધ કરાતા લોકો ને હાલાકી ભોગવવી પડે છે હાલ આ ખખડધજ રોડ ને લઈ જનતા પરેશાન છે જ્યાં સુધી યોગ્ય ઉકેલ ના આવે ત્યાં સુધી રસ્તો બંધ કરવા નિર્ણય કર્યો હતો