38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી પોલિસે ખાડા માટે સૂચના આપી છતાં, મોડાસા શામળાજી હાઈવે પર ઠેર...

અરવલ્લી પોલિસે ખાડા માટે સૂચના આપી છતાં, મોડાસા શામળાજી હાઈવે પર ઠેર ઠેર ખાડા, કાર ચાલકને નડ્યો અકસ્માત

0
84

વરસાદી મહોલ પછી રાજ્યના વિવિધ ધોરીમાર્ગો પર ખાડા પડી ગયા છે, જેને કારણે અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે, કેટલીક જગ્યાએ પોલિસ તંત્ર સતર્ક બન્યું છે અને ખાડાને કારણે અકસ્માત સર્જાય તો, જે-તે એજન્સી સામે કાર્યવાહી કરવાની પણ કડક સૂચનાઓ આપી હોવાના આહેવાલો મળ્યા હતા, જોક અરવલ્લી જિલ્લાના ધોરીમાર્ગો પર હાલ ખાડા જૈસે સ્થે સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે એક કાર ચાલકને અકસ્માત નડ્યો હતો, સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી.

મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર ઠેર-ઠેર ખાડા પડવાને કારણે છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે મોડાસાના ટિંટોઈ નજીક એક કાર ચાલકને અકસ્માત નડ્યો હતો. કાર ચાલક શામળાજી તરફથી રવિવારના રાત્રિના સમયે મોડાસા તરફ આવી રહ્યો હતો, તે સમય દરમિયાન અચાનક ખાડો આવી જતાં, કાર પ્રોટેક્શન વોલ સાથે ટકરાઈ હતી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સમય સૂચકતા વાપરતા, કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જોકે ઠેર ઠેર ખાડાને કારણે અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા જે-તે એજન્સીને સૂચના આપી હતી, તેમ છતાં હજુ ખાડા નહીં પૂરાતા, અકસ્માતો સતત વધી રહ્યા છે. અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!