સાઠંબાના નવીનગરી વિસ્તારમાં મઢુલી બનાવીને વર્ષોથી સ્થિત મહારાજ શ્રી રામગીરી જગન્નાથગીરી બ્રહ્મલીન થતાં આ પુણ્યાત્માના અક્ષરદેહની સાઠંબા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી સમાધિ આપવામાં આવી હતી.
સાઠંબા નગરના નવીનગરી વિસ્તારમાં પ્રાથમિક શાળા સામે મઢુલી બનાવી વર્ષોથી રહેતા અને સદકાર્યો સાથે હંમેશા જોડાયેલા, લોકોને હંમેશા ધર્મનો માર્ગ બતાવતા એવા સંત શ્રી રામગીરી જગન્નાથગીરી મહારાજ સોમવારના રોજ રાત્રે બ્રહ્મલીન થતાં મંગળવારના દિવસે સાઠંબા ગામના યુવાનો અને ધર્મપ્રેમી જનતા દ્વારા શ્રી રામગીરી જગન્નાથગીરી મહારાજના પવિત્ર દેહની સાઠંબા નગરમાં વાજતે ગાજતે અબીલ ગુલાલ સાથે શોભાયાત્રા યોજી શ્રી રામગીરી જગન્નાથગીરી મહારાજને સમાધિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે સાઠંબા નગરમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી શાસ્ત્રોત અને ધાર્મિક વિધિ સાથે આ પુણ્યાત્માના સમાધિ સ્થળે પ્રાર્થના કરી હતી.