32.2 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત અરવલ્લીઃ બાયડ શહેરમાંથી પસાર થતા હાઇવે પર લોડીંગ વાહનોના કારણે થતા ટ્રાફિક...

અરવલ્લીઃ બાયડ શહેરમાંથી પસાર થતા હાઇવે પર લોડીંગ વાહનોના કારણે થતા ટ્રાફિક જામને લઈ જનતા ત્રાહિમામ

0

જનતાએ રેલી યોજી પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર

જો ટ્રાફિક ડાઈવર્ટ નહીં કરવામાં આવે તો હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી

બાયડ શહેરમાંથી પસાર થતા હાઇવે ઉપર લોડિંગ વાહનોની અવરજવરના કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જેના કારણે નગરમાં વસતી જનતા ત્રાહિમામ પોકારી ઊઠી છે…!!!

ના છૂટકે ભારેખમ લોડિંગ વાહનોની અવરજવરથી સર્જાતા ટ્રાફિકજામથી પરેશાન બાયડના નગરજનોએ મંગળવારના રોજ બાયડ માર્કેટયાર્ડ પાસે એકત્ર થઈ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચી આ સમસ્યાનો તાત્કાલિક નિવેડો લાવવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી કે જો સમયસર પગલાં લઈ લોડીંગ ટ્રાફિક ડાયવર્ટ નહીં કરવામાં આવે તો જનતાને ના છૂટકે મોડાસા નડિયાદ હાઇવે ચક્કા જામ કરવાની ફરજ પડશે…!!!!

બાયડ નગરની જનતા લોડીંગ વાહનોની નગર વચ્ચેથી પસાર થતાં નડિયાદ મોડાસા હાઇવે પર ટ્રાફિક જામના રોજેરોજ સર્જાતા દ્રશ્યોથી લાગી રહ્યું છે કે આંદોલનના માર્ગે જઈ રહી છે જો તંત્ર દ્વારા ત્વરિત યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો બાયડ નગરની જનતાએ મંગળવારના રોજ માર્કેટયાર્ડ બાયડથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તબક્કાવાર આંદોલનના કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!