ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજે પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ દુંદાળાદેવ ગણપતિ ગજાનનની પ્રતિમાઓનુ રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવામા આવ્યુ હતુ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિશ્વકર્મા ચોક ખાતેથી પુજા કરીને શ્રીજીની સવારીઓને પ્રસ્થાન કરવામા આવ્યુ હતુ. ડીજે અને ઢોલના તાલે વિશ્વકર્મા ચોકથી નીકળેલી શ્રીજીની સવારીઓ રામસાગર ખાતે પહોચી હતી.ત્યા ક્રેન દ્વારા શ્રીજી મુર્તિઓને વિસર્જન માટેની ખાસ વ્યવસ્થા કરવામા આવી હતી.રામ સાગર તળાવ પાસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો. આ લખાય છે ત્યા સુધી પણ ગણેશ મુર્તિઓનુ વિસર્જન ચાલી રહ્યુ છે
પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા શહેર ખાતે પાંચ પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ વિધ્નહર્તાને ગોધરાવાસીઓએ ભાવભરી અને આંસુભરી આંખે વિદાય આપી હતી. ગોધરા ખાતે આવેલા વિશ્વકર્મા ચોક ખાતેથી દર વર્ષની જેમ શ્રીજીની સવારીઓને પ્રસ્થાન કરવામા આવ્યુ હતુ. ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તાર, અંકલેશ્વર મહાદેવ રોડ, આઈટીઆઈ વિસ્તાર, બામરોલી રોડ,એસઆરપી ગ્રુપ,બહારપુરા, સહિતના શહેરના વિવિધ વિસ્તારમાંથી શ્રીજીની સવારીઓ નીકળી હતી. ભાવિકો ગણપતિ બાપા મોરીયા અગલે બરસ તુ જલદી આના ના ગગન ભેદી નારા લગાવતા આકાશ ગુંજી ઉઠ્યુ હતુ.સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ભાવિકો માટે પાણીની વ્યવસ્થા કરવામા આવી હતી. આ શ્રીજીની વિસર્જન યાત્રામા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર,રાજ્યસભાના સાંસદ જસવંત સિંહ પરમાર, તેમજ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત રાજકીય અગ્રણીઓ પર ઉપસ્થિત રહ્યા હતા. તેઓ શ્રીજી યાત્રામા ડીજેના તાલ પર ઝુમતા જોવા મળ્યા હતા. મુસ્લિમ સમાજ દ્વારા પણ તેઓનુ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયુ હતુ.સાથે સાથે ભાવિકોએ ઘરમા તેમજ સોસાયટીઓમા સ્થાપિત ગણેશદાદાની મુર્તિઓનુ પણ વિસર્જન કરવામા આવ્યુ હતુ.ટેકટરમા શણગારી શ્રીજીની મુર્તિઓની પણ સવારી નીકળી હતી,નાસિકઢોલના તાલે સૌકોઈ ભાવિકો ઝુમતા નજરે પડતા હતા.વિસર્જન રુટ પર ફરીને શ્રીજીની સવારીઓ રામસાગર તળાવ ખાતે પહોચી હતી.જ્યા તંત્ર દ્વારા બે મહાકાય ક્રેનની વ્યવસ્થાઓ કરવામા આવી હતી.જેમા કુશળ તરવૈયાઓ તૈનાત કરવામા આવ્યા હતા.એક પછી એક જેમ શ્રીજીની સવારીઓ આવતી જતી હતી તેમ તેમ તેનુ રામસાગર તળાવમા વિસર્જન કરવામા આવતુ હતુ. રામસાગર તળાવના ઝુલેલાલ ઘાટ પર શ્રીજીની નાની મુર્તિઓનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો. જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી,તેમજ રેન્જ આઈજી આર.વી.અસારીની તેમજ જીલ્લા કલેક્ટર આશિષ કુમારની આગેવાની હેઠળ ચાપતી નજર પણ રાખવામા આવી હતી,એસઆરપી જવાનોનો પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.સાથે સાથે વિસર્જન રુટ પણ આવતા ઉચા મકાનોની અગાશી પર પણ પોલીસ જવાનો તૈનાત કરીને બાજ નજર રખાઈ હતી. સાથે ડ્રોન દ્વારા પણ નજર રાખવામા આવી હતી.