ગોધરા,
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ની સ્વામી વિવેકાનંદ ચેર તેમજ શેટપીટી આટસ એન્ડ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ બંધુત્વ દિવસ સેમીનારનું આયોજન થયું જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો કમલ મહેતા સાહેબ મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરાયા હતા. તેમણે પોતાની આગવી શૈલીમાં સ્વામી વિવેકાનંદ અને વિશ્વ બંધુત્વને જોડીને વિદ્યાર્થીઓને જણાવ્યું કે ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે તે જોતા સ્વામી વિવેકાનંદજી નું સ્વપ્ન જરૂર સાકાર થશે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો પ્રતાપસિંહ ચૌહાણ સાહેબે વિદ્યાર્થીઓને ખાસ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બની દેશની સેવા કરવા જણાવ્યું હતું. કોલેજના આચાર્યડો એમ બી પટેલ કોલેજ વતી મહેમાનોનું અભિવાદન કર્યું હતું. ચેરવતી સ્વાગત કોમર્સ કોલેજ, ના ડો.સ્નેહાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ ચેરના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સંચાલન ડો રૂપેશ એન નાકર દ્વારા કરાયું હતું. આભાર વિધિ વિવેકાનંદ કેન્દ્ર, પંચમહાલના રાજનભાઈ દ્વારા કરવામાં આવી હતી. શહેરના પ્રબુદ્ધજનો, કોલેજ અને ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ ઉપરાંત અધ્યાપકો અને સ્ટાફ મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.