21 C
Ahmedabad
Saturday, February 8, 2025

અરવલ્લી : મેઘરજમાં અગાઉ ફરજ બજાવતા વનકર્મી ને કોર્ટ દ્વારા ક્લીનચીટ:બી સમરી મંજુર કરતા નિર્દોષ


અરવલ્લી જિલ્લાના મેઘરજ રેંજમાં અગાઉ ફરજ બજાવતા વનકર્મી વિરુદ્ધ ચાર વર્ષ અગાઉ ઈસરી પોલીસ મથકે એટ્રોસિટી અને છેડતીનો ગુનો નોંધાયો હતો જે અંગે પોલીસે તપાસ કરતા પોલીસે બી સમરી ભરી હતી અને બી સમરી મંજૂરી માટે નામદાર સેશન કોર્ટને મોકલતા સેશન કોર્ટે બી સમરી મંજુર કરતા વનકર્મી નિર્દોષ જાહેર થયો હતો.

Advertisement

મેઘરજ રેંજના જામગઢ રાઉન્ડ ના ફોરેસ્ટર આર.એ.વાંક વર્ષ 2020માં હરજના ભાગરૂપે તપાસ અર્થે ફરિયાદીના ઘરે ગયા હતા તે દરમિયાન બોલાચાલી થતા મામલો બીચક્યો હતો અને આ ફોરેસ્ટર સામે તપાસ કરવા ગયેલ અરજદારે છેડતી અને એટ્રોસિટી સહિતની વર્ષ 2020માં ઈસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ઈસરી પોલીસે ગુ. ર. નં. 92/2020 માં વનકર્મી વિરુદ્ધ એટ્રોસિટી અને છેડતી નો ગુનો નોંધવામાં આવ્યો હતો જે અંગે ઈસરી પોલીસે ગુનાની તપાસ કરતા ઈસરી પોલીસને ફરિયાદમાં કરવામાં આવેલ આક્ષેપ ના કોઈ પુરાવા ન મળતા ઈસરી પોલીસ દ્વારા ”બી ” સમરી ભરવામાં આવિ હતી અને આ બી સમરી મંજૂરી માટે નામદાર સેશન કોર્ટ માં મોકલી આપતાં કોર્ટ દ્વારા નોટિસ પાઠવી ફરીયાદીને વાંધા રજુ કરવા સારુ મુદત અરજી આપેલ છતા વાંધા રજુ કરેલ ન હતા જેથી વર્ષ 2024 માં આંક – ૪ થી નોટીસ આપવામાં આવેલ છતાં ફરિયાદી કોર્ટમાં હાજર ન રહેતા નામદાર સેશન કોર્ટે તારીખ : ૧૫ જુલાઈ ૨૦૨૪ના રોજ ખુલ્લી અદાલતમાં ચુકાદો સંભળાવી ‘બી’ સમરી મંજુર કરવા હુકમ કરતા આક્ષેપીત ફોરેસ્ટર ને નામદાર કોર્ટે ક્લીન ચીટ આપતાં અન્ય વન્ય કર્મીઓએ નામદાર કોર્ટનાં ચુકાદાને આવકાર્યો હતો અને કોર્ટનાં ચુકાદાથી અન્ય વન કર્મીઓનો અને સરકારી કર્મચારીઓનો કામ કરવાનો ઉત્સાહ વધશે અને ફરજના ભાગરૂપે થતી હેરાનગતિ અટકશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!