ભાદરવી પૂનમ એટલે આમ તો જગદંબા માં નો પ્રગટ્યોત્સવ સાથે સાથે જેટલા પણ કૃષ્ણ સ્વરૂપ મંદિરો છે ત્યાં પણ દર્શન પૂજન નું અનેરું મહત્વ હોય છે ત્યારે માલપુર ના નનાવાડા પાસે આવેલ રણછોડજી મંદિરે એક પરિવાર દ્વારા સતત 21 માં વર્ષે ધ્વજારોહણ કરાયુ
માલપુર ના નાનાવાડા પાસે સ્વયંભૂ અને પૌરાણિક રણછોડજી મંદિર આવેલું છે આ રણછોડ રાય ના સનીધ્યે દર પૂર્ણિમા ના દિવસે શ્રદ્ધાળુઓ ઠાકોરજી ના દર્શન માટે આવતા હોય છે ત્યારે આ ભાદરવી પૂર્ણિમા ના દિવસે છેલ્લા 20 વર્ષ થી માલપુર નો સ્વ કંચનલાલ પંડ્યા ના પરિવારજનો દ્વારા ધ્વજારોહણ કરાય છે અને આ ભાદરવી એ 21 માં વર્ષે પણ રણછોડજી ના મંદિરે તેમના નમન કુમાર શૈલેષ ભાઈ પંડ્યા દ્વારા ધ્વજારોહણ કરાયું હતું ,દર ભાદરવી પૂનમે પંડ્યા પરિવાર રણછોડજી ને ધજા ચડાવી ને ધન્યતા અનુભવે છે અને ધર્મ ની ધજા સદાયે લહેરાતી રહે અને વિશ્વ નું કલ્યાણ થાય એ માટે પંડ્યા પરિવારે પ્રાર્થના કરી હતી