asd
27 C
Ahmedabad
Monday, October 7, 2024

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા રિઝનલ સંવાદ યોજાયો


વિસ્તાર ની સમસ્યા નું સમાધાન પણ ખુદ કંઈ રીતે કરી શકાય તેના વિશે ઊંડાણથી સમજણ આપવામાં આવી હતી.દરેક સમસ્યાનું કોઈક તો સમાધાન હોય જ ગ્રામ્ય સ્તરે નેત્તૃત્વ ઉભું થાય અને લોકોમાં જાગૃતિ આવે તેમજ આદિવાસી વિસ્તારના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

(૧) ખોટાં જાતિના પ્રમાણ પત્ર અટકાવવાના ઉપાયો
(૨) સામાજિક સંગઠનોમાં એકતા બનાવી રાખવાના પગલાં
(૩) શિક્ષણની ગુણવત્તામા સુધારો
(૪) આરોગ્ય સુધારવાના ના પગલા
(૫) ગ્રામ્ય લેવલે રોજગારી માટે ના પગલાં મુખ્ય પાંચ સમસ્યાના નિવારણ માટે ગ્રામ્ય લેવલે થી કંઈ રીતે કામગીરી હાથ ધરી શકાય તેના પર મિટીંગમાં હાજર રહેલ સામાજીક કાર્યકરો દ્વારા માહિતી મેળવી પોત-પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવેલ હતા.અરવલ્લી તથા સાબરકાઠા એક્ટિવ સામાજીક સંગઠનોના સહયોગથી આવનાર સમયમાં સમાજની સમસ્યાના નિરાકરણ માટે એક-બીજાના પૂરક બની કામગીરી કરવામાં આવશે. ટાટા સ્ટીલ ફાઉન્ડેશન ગુજરાત તથા અન્ય રાજયના આદિવાસી સમાજના લીડરો ને એક બીજા સાથે જોડવાનું કામ કરે છે.આદિવાસી કલ્ચરના ખાણી – પીણી, વેશભુષા, બોલી ભાષા, રહેણી કહેણી, રીત-રિવાજ ને જીવંત રાખવા દર વર્ષે ઝારખંડમાં સંવાદ કાર્યકમનું અયોજન કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાંથી પણ યુવાનો ભાગ લઈ ને ભારત દેશના આદીવાસી સમાજો સાથે દર વર્ષે ભાગ લઈ શકે તેવા હેતુથી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!