મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમા જુગાર રમતા જુગારીયાઓ પાસેથી રોકડ રકમ રૂ.૧૨,૬૨૦/- નો મુદ્દામાલ કબજે કર્યો
Advertisement
અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી, જુગાર, મારામારી થી જેવી અન્ય ઘટનાઓને ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને આવી ઘટનાઓને ન થાય, તે માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ વચ્ચે મોડાસા ટાઉન પોલીસે ટીમે જુગાર રમતા ટોળા પર કાર્યવાહી કરી, બે જુગારીયાઓની ઝડપી પાડ્યા છે જ્યારે ચાર જુગારી ફરાર થઈ જવામાં સફળ બન્યા છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ તેમજ એ.એસ.પી.સજય એસ. કેશવાલા ના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો તથા જુગાર તથા નશીલા માદક દ્રવ્યોની હેરાફેરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો ઉપર વોચ રાખી અવાર-નવાર દરોડા કરવામાં આવતા હોય છે. જે અન્વયે મોડાસા ટાઉન પોલીસ ની કસ્બા ટીમે રાણા સૈયદ વિસ્તારમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડ્યા હતા. કસ્બા બીટ સ્ટાફ તથા સોસાયટી બીટ સ્ટાફના માણસો ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ હતા તે દરમ્યાનમાં હેડ કૉન્સ્ટેબલ કિશનકુમાર બાબુભાઇ ને બાતમી હકીકત મળી હકી કે, રાણાસૈયદ વિસ્તારમાં ઝાળી ઝાંખરામાં કેટલાક ઇસમો હાર જીતનો જુગાર રમે છે, બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરવામાં આવી હતી. પોલિસે જુગાર રમતા બે જુગારી (1) રહીશભાઇ મૌલાભાઇ મુલતાની રહે, રાણા સૈયદ મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી અને (2) અશરફ અજમેરી મુલતાની રહે,ચાંદટેકરી મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી ને કોર્ડન કરી પકડી પાડ્યા હતા, જેમની પાસેથી રોકડ રકમ રૂ.૧૨,૬૨૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તકનો લાભ લઇને 4 જુગારી ફરાર થઈ જવામાં સફળ થયા હતા. આ સમગ્ર મામલે મોડાસા ટાઉન પોલિસે જુગાર એક્ટ હેઠળ ગુનો નોંધી વથુ તપાસ હાથ ધરી છે.
વોન્ટેન્ડ
(૧) સલામત રમજાની મુલતાની રહે, રાણાસૈયદ હાલ રહે.એલાયંસ નગર તા.મોડાસા જી.અરવલ્લી
(૨) ઉજબીન ઇશાક મુલતાની રહે. રાણાસૈયદ મોડાસા તા.મોડાસા જી અરવલ્લી
(૩) શેફલો ઘાંચી રહે,રાણાસૈયદ મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી
(૪) અરબાજ શરીફ મુલતાની રહે, ઝમઝમ સો.સા મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી