સમગ્ર રાજ્યમાં હાલ સેવા સેતુ નો દસમો તબક્કો ચાલી રહ્યો છે, જેનો આશય રાજ્યના લોકોને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળે, પણ અરવલ્લી જિલ્લામાં સ્થિતિ એવી છે કે, સેવા સેતુ કાર્યક્રમ યોજવા છતાં તંત્રને કામગીરી તો કચેરીમાં જ કરવી હોય છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સેવા સેતુ કાર્યક્રમ યોજતું હોય તો સરકારી શાળાના બાળકોને શિષ્યવૃત્તિ માટે કેવાયસી કરવા માટે કચેરીઓ સુધી કેમ લાંબા કરવામાં આવે છે ?
અરવલ્લી જિલ્લાના અધિકારીઓ ટેક્સના પૈસે તાગડધિન્ના કરીને એરકંડિશન રૂમમાં બેસી રહે છે, અને બહાર જુઓ તો અરજદારે ક્યાંક નીચે તો ક્યાં બહાર તાપમાં તપતા હોય છે. સરકારી અધિકારીઓ એક બેલ વગાડે ને ચા, પાણી અને નાસ્તો આવી જાય, તો બીજી બાજુ અરજદારોને ઠેંગે બતાવી દેવાય છે.
અરવલ્લી જિલ્લા સેવા સદનની મામલતદાર કચેરીએ 23-09-2024 ના રોજ પણ વિદ્યાર્થીઓ આવ્યા હતા, જ્યારે સતત બીજા દિવસે એટલે કે, 24-09-2024 ના રોજ પણ મોડાસા ચાર રસ્તા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ રેશનકાર્ડમાં ઈકેવાયસી કરવા માટે આવ્યા હતા, જ્યાં સર્વર સાથ નહીં આપતા, બાળકો હેરાન પરેશાન થઈ ગયા હતા. પહેલા બાળકોને કતારમાં ઊભા કરી દેવાયા હતા, જોકે મીડિયાની ટીમ પહોંચી તો બાળકોને સર્કલ ઓફિસમાં મુકેલ ખુરશીમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં મોડાસા મામલતદાર કચેરી ખાતે માત્ર નવજાત શિશુઓને લઇને પણ માતાઓ તેમના બાળકોને લઇને આવી પહોંચી હતી, અને તંત્રના પાપે લઇનમાં ઊભા રહેવા મજબૂર બની હતી.
સરકારા આદેશથી તંત્રને નાછૂટકે સેવા સેતુ કાર્યક્રમ યોજવો પડતો હોય તેવું અહીં સ્પષ્ટ લાગે છે, કારણ કે, જો ધગસથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવતો હોય, તો અરજદારોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડતાં હતો. સરકારના સેવા સેતુ કાર્યક્રમને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ નાટક બનાવી દીધું હોય, તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
23-09-2024 ના રોજ મામલતદાર કચેરીએ બાળકોની કતાર