શહેરા,
પંચમહાલ જીલ્લામા ચોમાસાની આ સીઝનમાં સાર્વત્રિત મેઘમહેર થવા પામી છે. શહેરા તાલુકામા પણ સાર્વત્રિક વરસાદ થવા પામ્યો છે.જેના કારણે ખેડુતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. વરસાદને કારણે ખાસ કરીને જળસ્ત્રોતોમા પાણીની ભારે આવક થવા પામી છે. તાલુકાના તળાવો છલોછલ છલકાઈ ગયા છે. જેના કારણે શિયાળુ અને ઉનાળુ સીઝનમાં સારી એવી ખેતી થઈ શકે છે.
શહેરા તાલુકાનુ લાભી ગામે સિંચાઈ તળાવ આવેલુ છે. સિંચાઈ તળાવ વરસાદને કારણે છલોછલ થઈ ગયુ છે. તળાવના છેવાડે જ્યાથી વધારાનુ તળાવમાં ભરાતુ પાણી કોતરમા જતુ રહે તે માટે એક વેસ્ટ વીયર બનાવામા આવ્યુ છે. પછીનુ પાણી તળાવમા રોકાઈ જાય છે.જેથી પાણીનો ઉપયોગ આગામી બે સીઝન ખેડુતો કરતા હોય છે ગ્રામજનો દ્વારા ખાસ કરીને શિયાળામા ઘઉ ચણા સહિતના પાકની ખેતી કરવામા આવે છે. અને ઉનાળામા પણ ખેતી શાકભાજીની ખેતી કરવામા આવે છે,સાથે સાથે પશુપાલકો પણ આ તળાવ આર્શિવાદ સમાન છે. સાથે તળાવમા પાણી ભરાઈ જવાથી પાણીના તળ પણ ઉચા આવ્યા છે.કુવાઓ અને બોરમા પણ પાણીનુ સ્તર વધ્યુ છે, હાલમા આ વેસ્ટ વીયરના ઉપરના ભાગમાં ખાડો પડી જવાથી તળાવનુ પાણી કોતરમા વહી જઈ રહ્યુ છે. ત્યારે ગ્રામજનો દ્વારા માંગ કરવામા આવી રહી છે. કે પાણી નિરર્થક વહી જાય છે, તેને વહેતુ અટકાવામા આવે. તળાવનુ ભરેલુ પાણી સીધુ ખાડામા જઈને કોતરમા વહી જઈ રહ્યુ છે.આથી જવાબદાર તંત્ર પાસે માંગ કરાઈ રહી છે કે આ તળાવનુ પાણી જતુ અટકાવામા આવે જે વેસ્ટ વીયર પાસે ખાડા પડી ગયા છે તે માટી વડે પુરી દેવામા આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામા આવી રહી છે. નોધનીય છે કે જળ એ જીવન છે જળને નિરર્થક વહેતુ અટકાવુ પણ નાગરિક અને સરકારની પણ પ્રાથમિક ફરજ છે.