રાજ્યમાં છાશવારે અકસ્માતની ઘટના ઘટતી હોય છે ત્યારે વરસાદી માહોલ પછી ખાડાને કારણે પણ અનેક અકસ્માતો સર્જાયા છે. વધુ એક ઘમખ્વાર અકસ્માતર સાબરકાંઠા જિલ્લામાં સર્જાયો છે, જેમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. 25 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહકારી જીન પાસે ઘમખ્વાર અકસ્માત સર્જાયો છે. શામળાજી થી અમદાવાદ તરફ જઈ રહેલી કાર અચાનક એક કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં સાત લોકોના કમાટી ભર્યા મોત નિપજ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ બુધવારના દિવસે શામળાજી થી અમદાવાદ જઈ રહેલા કારચાલકને અકસ્માત નડ્યો હતો. હિંમતનગરના સહકારી જીન નજીત મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એવો જબરજસ્ત હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. શામળાજી તરફથી આવી રહેલી કાર ટ્રેલરની પાછળ ધડાકા ભડ અથડાઈ હતી, જેને કારણે કારમાં સવાર લોકોના મોત નિપજ્યાં હતા. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જેહેમત ઉઠાવવી પડી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનામાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાની વિગતો મળી છે. કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવા માટે કટર મશીન નો ઉપયોગ કરવો પડ્યો હતો અને બહાર કરવામાં આવ્યા હતા.
અકસ્માત ની જાણ થતાં હિંમતનગર પોલિસ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકો ના નામ
ચિરાગ રવિભાઈ ધનવાણી, ઉં 23, રહે.
રોહિત સુરેશભાઈ રામચંદાણી, ઉં 25,
સાગર નરેશકુમાર ઉદાણી, ઉં 22
ગોવિંદ લાલચંદભાઈ રામરાણી, ઉં 28
રાહુલ પ્રહલાદભાઈ મુલચંદાની, ઉં 22
રોહિત, ઉં 25 (અંદાજ)
ભરત
>ઇજાગ્રસ્ત
હનિભાઆ શંકરભાઈ તોતવાની, ઉં 22
(તમામ રહે કુબેરનગર, અમદાવાદ)