ઈસરી પોલીસ સ્ટેશનના પી આઈ એચ આર ડામોર તેમજ ઇસરી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઇસરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાણી વાંટા પાણીબાર ગામે બાતમી તેમજ હકીકતના આધારે એકટીવા નંબર જીજે 31જે 3678 ની આગળના ભાગે મીણીયાના થેલામાં ભારતીય રાજસ્થાન બનાવટી વાઈટલેસ વોડકા ઓરેન્જ ફ્લેવરના વોડકા કાચના 40 નંગ ક્વાટરીયા જેની કિંમત 4000/- તેમજ બિયર નંગ 12 જેની કિંમત 1920/- રૂપિયા અને અન્ય મુદામાલ સાથે 15920/- રૂપિયાના મુદામાલ સાથે પાદર મહુડી ગામની મહિલા બુટલેગર નયનાબેન વા/આ પ્રવીણભાઈ બચુભાઈ રાઠોડ ઉંમર 35 વર્ષ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી બાજુ બપોરના સમયે પણ ઇસરી પોલીસે કુણોલ ગામે રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂ તથા બિયરનો પ્રોહી મુદામાલ કિંમત રૂપિયા 8640/-તેમજ મોટરસાઈકલ ની કિંમત રૂપિયા 50000/- સાથે કુલ 58640/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી