શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીંખંડા ગામથી મીઠા પુર તરફ જવાના માર્ગ ની સાઈડમા ગાંડા બાવળની કાટાળી વનસ્પતિ રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે જોખમી બની રહી છે. જવાબદાર તંત્ર દ્વારા સત્વરે આ કાંટાળી વનસ્પતિઓ દુર કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે. શહેરા તાલુકાના પાલીંખડા ગામ તરફથી એક રસ્તો મીઠાપુર ગામ તરફ જાય છે. આ રસ્તાનો ઉપયોગ ગામલોકો રોજ પોતાના રોજીંદા કામ માટે કરે છે.
હાલમા ગાંડા બાવળની કાંટાળી વનસ્પતિ રાહદારીઓ અને ખાસ કરીને વાહનોની અવરજવર કરનારા ચાલકો માટે માથાનો દુઃખાવો બની છે.આ વનસ્પતિની કાંટાળી ડાળીઓ વધીને રોડ સુધી આવી ગઈ છે.રસ્તે અવરજવર કરનારા લોકોને ઘણીવાર કાંટાઓ પણ વાગે છે.ત્યારે આ મામલે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે આ કાંટાળી ગાંડા બાવળની કાંટાળી ડાળીઓને દુર કરીને રસ્તો ખુલ્લો કરવો જોઈએ.