( ગાંધી જયંતિ વિશેષ)
ગોધરા,
દેશના પનોતા પુત્ર અને મહાત્મા ને જેમને બિરુદ મળ્યુ છે તેવા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા મહાત્મા ગાંધીજી. બીજી ઓક્ટોમ્બરે તેમની જન્મ જંયતિ દેશભરમા ધામધુમથી મનાવામા આવે છે. તેમની પ્રતિમાઓ પણ તેમના બાવલાઓ પર ફુલહાર ચઢાવામા આવે છે. મારુ જીવન એજ મારો સંદેશ ના સુત્ર સાથે દેશ નહિ પણ દુનિયાને સત્ય અને અંહિસાના પાઠ શીખવનારા ગાંધીજીનો પંચમહાલ જીલ્લાના ગોધરા સાથે પણ વિશેષ નાતો છે. ગાંધીજી એ માત્ર એકલુ દેશને આઝાદી આપવાની લડતનુ બીડુ નહોતુ ઉપાડ્યુ પણ દેશની જે જાતિગત અશ્યપૃશ્યતા નિવારણ માટેની ચળવળનો પણ અહીથી પ્રારંભ કર્યો હતો. ગોધરા શહેરમા આવેલા ગાંધી આશ્રમની સ્થાપના ગાંધીજીએ કરી હતી. ગાંધી આશ્રમની સ્થાપના 1917ની સાલમા ગાંધીજી દ્વારા કરવામા આવી હતી.ગુજરાત પ્રાતિક સમિતી દ્વારા આ આશ્રમા ફંડફાળો ઉઘરાવામા આવ્યો હતો. અહી આશ્રમ બુનિયાદી કેળવણી આપવામા આવતી હતી. ગાધીજીથી હાંકલથી મહારાષ્ટ્રના વિઠ્ઠલદાસ ફડકે જેઓ મામા ફડકેના હુલામણા નામથી ઓળખાતા હતા.તેમને અહી સેવાઓ આપી હતી.1917મા દેશની પ્રથમ રાજકીય પરિષદ ગોધરામા ભરાઈ હતી. જેમા સરદાર પટેલ અને ગાંધીજીની નીકટતા વધી હતી. ગોધરા શહેરમાં 1947ની સાલમાં જવાલાલ નેહરુ આવ્યા હતા. ગોધરા શહેરના ગાંધી આશ્રમમા હાલમા છાત્રાલય ચાલે છે. તેમા 35 જેટલા બાળકો રહીને અભ્યાસ કરે છે. હાલમા આ ગાંધી આશ્રમ વિકાસ ઝંખી રહ્યો છે. અહી અભ્યાસ કરતા બાળકો જણાવે છે.ચોમાસામા વરસાદ પડે ત્યારે અમારી પરિસ્થીતિ વિકટ બને છે.હાલમા વરસાદનુ પાણી પડતા તેમને ભોજનાલયના મોટા રુમમા ખસેડવામા આવ્યા છે.
ગાંધી આશ્રમના સંચાલક કાંતિભાઈ વણકર જણાવે છે કે ગાધી આશ્રમે 107 વર્ષ જુનો છે. રિનોવેશન માંગી રહ્યુ છે. બાળકો રહી શકતા નથી ચોમાસામા પાણી પડે છે. રિનોવેશન માટ અમે સરકારમા રજુઆત કરી છે. પણ આજદિનસુધી કોઈ કામ થયુ નથી. આશ્રમમા પછાત જાતિના બાળકો અભ્યાસ કરે છે,રિનોવેશનનુ કામ જલદી થાય તેવી અમારી માંગ છે. આ ગાંધી આશ્રમના.છાત્રાલયમાં આજ સુધી 1600 ઉપરાંત બાળકો અભ્યાસ કરી ચૂક્યા છે, જે સારા હોદ્દા પર નોકરી કરે છે. પંચમહાલ જિલ્લામાં પણ ગૌરવની વાત છે કે ગાંધીજી જેવી વિશ્વવિભૂતી અહી ત્રણ વખત ગોધરા શહેરમાં આવી ચૂકી છે આ ગાંધી આશ્રમને એક પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ શહેરના ગાંધી પ્રેમીઓમાં ઉઠવા પામી છે.નોધનીય છે કે ગોધરમા ગાંધી આશ્રમ છે તેવુ ગણા લોકોને ખબર પણ નથી.નેતાઓ અહી આવે છે. આશ્રમના રિનોવેશેન માટે સરકારમા રજુઆત કરીશુ તેવી ખાત્રી આપે છે પણ પરિણામ જોવા મળ્યુ નથી. હાલમા અમદાવાદના ગાંધી આશ્રમને રિવોનેશન કરવામા આવી રહ્યુ છે. ત્યારે આ ગોધરાના ગાંધી આશ્રમ પણ વિકાસની રાહ જોઈને બેઠો છે.
– ગોધરા શહેરના બહાર પુરા વિસ્તારમા આવેલી છે ગાંધીજીની તક્તી
ગોધરામાં બહારપૂરા સ્મશાન રોડ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની તકતી જાળવણી માટે સર્કલ બનાવવાની માંગ કરતા વાલ્મિકી સમાજના લોકો દ્વારા કરવામા આવી રહી છે. ગોધરાના બહારપૂરા સ્મશાન રોડ ખાતે પાંચમી નવેમ્બર 1917 રોજના અસ્પૃશ્યતા નિવારણ માટેની જે તકતીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે તકતીની જાળવણી માટે ગાંધીજીના ઇતિહાસને કાયમ રહે તે માટે સર્કલ બનાવવા માટે વાલ્મિકી સમાજના લોકોની માંગ કરી રહ્યા છે.