ગોધરા
ગોધરા શહેર ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજંયતિની ઉજવણી કરવામા આવી હતી. દાહોદ રોડ પર આવેલા ગાંધી ચોક ખાતે ગાંધીજીની કાસ્ય પ્રતિમાને ફુલહાર ચઢાવીને શ્રધ્ધાસુમન અપર્ણ કરાયા હતા. ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી તથા રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર ધારાસભ્ય નિમિષાબેન સુથાર જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરો તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય બાપુને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરી હતી. ત્યારબાદ ગોધરા નગરપાલિકા ના સફાઈ કર્મીઓ દ્વારા ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર આર એચ પટેલ ગોધરાનગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશભાઈ મહેતા સુરપાલસિંહ સોલંકી શહલ મન્સૂરી મનોજ ચૌહાણ સહિત ના લોકો ઉપસ્થિત રહી અને પૂજ્ય બાપુને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરી હતી.કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પણ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર ચઢાવીને શ્રધ્ધાસુમન અપર્ણ કરાયા હતા.