29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પંચમહાલ: શહેરા તાલુકાના મંગલિયાણા ગામના ગુમ થયેલા કોલેજીયન યુવાનનો મૃતદેહ થર્મલ પાસેના...

પંચમહાલ: શહેરા તાલુકાના મંગલિયાણા ગામના ગુમ થયેલા કોલેજીયન યુવાનનો મૃતદેહ થર્મલ પાસેના પડાલ નર્મદા કેનાલ પાસેથી મળ્યો

0
77

શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગામના આશાસ્પદ યુવાન પોતાના ઘરેથી નવરાત્રી જોવા જાઉ છુ તેમ કહીને બાઈક લઈને બુધવારે સાંજે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ મોડી સાંજ સુધી પોતાનો દીકરો ઘરે પરત નહી ફરતા પરિવારજનો ચિંતા કરી રહ્યા હતા ત્યારબાદ પરિવારના સભ્યોએ પોતાના દીકરાની શોધખોળ હાથ ધરી હતી.જ્યારે પોતાના ઘરેથી જે બાઈક લઈને ગયો હતો તે બાઈક ગોધરા તાલુકાના કાબરીયા પાસે પસાર થતા નર્મદા કેનાલના ગેટ પાસે મળી આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા હતા ત્યારબાદ પરિવારજનો દ્વારા કાંકણપુર પોલીસમથકે જાણવા જોગ ફરિયાદ કરવામાં આવી હતી.

જ્યારે બીજી બાજુ પરિવારના સભ્યો દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી ગોધરા તાલુકાના કાબરીયા પાસે પસાર થતા નર્મદા કેનાલમાં યુવાનને શોધખોળ કરવામા આવી રહી છે. પણ મોડી સાંજ સુધી કોઈ પત્તો મળ્યો નથી. યુવાને કેનાલમા ઝંપલાવ્યુ છે કે પછી બાઈક મુકીને ક્યાક જતો રહ્યો છે તેને લઈને પરિવારજનો પણ દ્વિધામા મુકાઈ ગયા છે. જ્યારે આજે વહેલી સવારે થર્મલના પડાલ પાસે પસાર થતી નર્મદા કેનાલ માંથી શહેરા તાલુકાના મંગલિયાણા ગામના ગુમ થયેલા કોલેજીયન યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવારજનો શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા મંગલિયાણા ગામે પગી ફળિયામા રહેતા પિયુષકુમાર પગી શહેરા ખાતે સરકારી વિનયન કોલેજમા ટીવાયબીએમા અભ્યાસ કરે છે. ગૂરુવારના રોજ સાજે નવરાત્રીનો પ્રથમ દિવસ હોવાથી તે ઘરેથી નવરાત્રી જોવા જઉ છુ તેમ કહીને તેમના કાકાની બાઈક લઈ નીકળ્યો હતો. પણ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામા મુકાઈ ગયા હતા. પરિવારજનો દ્વારા સગાસબંધીઓના ઘરે શોધખોળ હાથ ધરવામા આવી હતી પણ તે મળી આવ્યો ન હતો.બીજે દિવસે સવારે શોધખોળ હાથ ધરતા પિયુષ જે બાઈક લઈને ગયો હતો. તે બાઈક ગોધરા તાલુકાના કાબરિયા પાસે આવેલા નર્મદા ગેટ પાસે મળી આવી હતી.જ્યારે આ બનાવ અંગે પરિવારને જાણ થતા અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. આ મામલે કાકણપુર પોલીસને જાણવા જોગ ફરિયાદ કરવામા આવી હતી.બીજી બાજુ સ્થાનિક તરવૈયા દ્વારા ગોધરા તાલુકાના કાબરિયા પાસે પસાર થતી નર્મદા કેનાલમાં પિયુષ ની શોધખોળ શરુ કરવામા આવી હતી.જ્યારે પિયુષે નર્મદા કેનાલના ગેટ પાસે કેમ બાઈક મુકી જતો રહ્યો છે જેના કારણે પરિવારજનો પણ ચિંતાની સાથે દ્વિધામા મુકાઈ ગયા છે. અને ગુમ થનાર પિયુષ એકનો એક પુત્ર છે. ત્યારે આજે વહેલી સવારે થર્મલ પાસે આવેલ પડાલ ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલ માંથી પિયુષકુમાર પગીનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોખની લાગણી પ્રસરી જવા પામી હતી. જ્યારે મૃતદેહ થર્મલ પાસે આવેલ પડાલ ગામ ના નર્મદા કેનાલમાં છે જેના કારણે શહેરા તાલુકાના મંગલિયાણા ગામે રહેતા પરિવારના સભ્યો થર્મલ પાસે આવેલ પડાલ ગામે દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરા તાલુકાના કાબરીયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ એ આત્મહત્યા કરનાર માટે એપી સેન્ટર બની ગયું છે કારણ કે શહેરા તાલુકાના ડેમલી પંચાયત વિસ્તારના ખાંડા ફળિયામાં રહેતા એક 26 વર્ષીય યુવાને ગોધરા તાલુકાના મોટી કાટડી કાબરીયા ગેટ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને ગળે લગાવ્યું હતું. ત્યારે ફરી એકવાર શહેરા તાલુકાના મંગલિયાણા ગામના ગુમ થયેલા કોલેજીયન યુવાનનો મૃતદેહ થર્મલ પાસે પસાર થતી નર્મદા કેનાલ માંથી મળી આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!