હાલમાં સૌથી મોટો નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે .આયોજનના ભાગરૂપે મોડાસા શહેરના બરોબર મધ્યમાં આવેલી શાળા સરસ્વતી વિદ્યાલય સંકુલ ના બાળકોએ ખૂબ સુંદર રીતે માં અંબે ની પ્રાર્થના કરી સાથે દુર્ગાના નવ સ્વરૂપો વિશે જાણીને શિસ્ત, સંસ્કાર મેળવવા વિદ્યાર્થીઓએ સુંદર માહિતી મેળવી આજના આ કાર્યક્રમમાં 1200 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ગરબા સ્પર્ધામાં ભાગ લઈ સાથે નાના ભૂલકાઓ બાલમંદિર માં વેશભૂષા ના જુદા જુદા વેશ ધારણ કરીને દરેકને મોહિત કર્યા આ કાર્યક્રમ જુદા જુદા તરીકે નિર્ણાયક બોલાવીને નિર્ણયો આપ્યા .આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ગોરધનભાઈ સવજીભાઈ પટેલ (આનંદપુરા) ની હાજરી દ્વારા બાળકો આનંદિત થયા.
આ કાર્યક્રમને શ્રી ઉમા કેળવણી મંડળ ના પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ, ઉપપ્રમુખ ડો. હરિભાઈ પટેલ ,મંત્રી રમેશભાઈ ચૌધરી. આશીર્વાદ આપ્યા. જુદા જુદા વિભાગના આચાર્યશ્રી પટેલ પિયુષભાઈ , વિનોદકુમાર, દુર્ગાબેન આ કાર્યક્રમને સારી રીતે ઉજવાય માટે તમામ સ્ટાફ મિત્રો ,શ્રી ઉમા કેળવણી મંડળના તમામ કારોબારી સભ્યો શ્રી હાજર રહી તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને વેશભૂષા ધારણ કરનાર બાળકોને ઇનામ મેળવીને ખુશ થયા.તમામ વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.