અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા માં આવેલ મેશ્વો જળાશય સંપૂર્ણપણે ભરાતા, મેશ્વો જળાશય આધારિત ખેતી કરતા, ખેડૂતો પાણીના વધામણા કર્યા હતા.. મેશ્વો કેનાલ 38 કિલો મીટર લાંબી છે, જેનાથી ભિલોડા, મોડાસા અને ધનસુરા તાલુકાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો હોય છે. મોડાસા તાલુકાના આસપાસના 20 થી વધારે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો શામળાજી મેશ્વો જળાશય પહોંચ્યા હતા, જ્યાં પાણીના વધામણા કર્યા હતા. મહિલાઓએ વિશેષ પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ પાણીમાં શ્રીફળ પધરાવ્યું હતું.
ખેડૂતોને શિયાળુ સિઝનમાં મેશ્વો કેનાલ મારફતે સિંચાઇનું પાણી મળતું હોય છે, જોકે પાણીના ઉપયોગ પહેલા ખેડૂતો પાણીને વધાવતા હોય છે. છેલ્લા ચાળીસ વર્ષથી આ પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે.
અરવલ્લી મેશ્વો બાગાયત મંડળના નવા હોદ્દેદારોની વરણી, પ્રમુખ તરીકે ભવાનીપુરા કંપાના મગનભાઈ એચ. પટેલ, ઉપપ્રમુખ તરીકે કિરણભાઈ પટેલ, મહાદેવપુરાકંપા
જ્યારે મંત્રી તરીકે ડાહ્યાભાઈ પટેલ, મદાપુર કંપા ની વરણી કરવામાં આવી છે.. ૧૮ વર્ષથી અરવલ્લી જિલ્લા મેશ્વો બાગાયત મંડળીમાં સેવા આપી અંબાલાલ પટેલે પ્રમુખ તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા, તેમનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો… આ સાથે મોહનપુરકંપાના સવજીભાઈ પેટલ, ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપતા હતા.. બંન્ને મહાનુભાવોને સાલ ઓઢાડીને, સન્માનિત કરાયા હતા. અરવલ્લી જિલ્લા મેશ્વો બાગાયત મંડળ ખેડૂતોને પાણીની સવલત મળી રહે તે માટે રચના કરવામાં આવી હતી.. જેમાં ખેડૂતોને સમયમર્યાદા માં સિંચાઈનું પાણી મળી રહે..સમય મર્યાદામાં પિયત પુર્ણ કરવું,, પાણીનો બગાડ ન થાય, તે બાબતે ધ્યાન રાખતું હોય છે. શામળાજી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.