20 C
Ahmedabad
Monday, March 17, 2025

પંચમહાલ: હાલોલ કંજરી રામજી મંદિર ખાતે શ્રી સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો


હાલોલ,
હાલોલ નગર સહિત પંથકમાં આસો સુદ દશમ એટલે વિજયયાદશમી પર્વની ઉજવણી ઉત્સાહભેર રંગેચંગે કરવામાં આવી હતી.અસત્ય પર સત્યનો વિજય સમા દશેરાના પાવન પર્વે હિંદુ ધર્મના લોકો પોતાના અસ્ત્ર શસ્ત્રની પૂજા અર્ચના પ્રાર્થના કરે છે.જે અંતર્ગત હાલોલ તાલુકાના કંજરી ગામે આજે શનિવારના રોજ કંજરી રામજી મંદિર ખાતે આજના પાવન પર્વના દિને હાલોલ સહિત તાલુકાના શ્રી સમસ્ત ક્ષત્રિય સમાજ તેમજ સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને રામજી મંદિરના મહંત શ્રી રામ શરણદાસજી મહારાજની પ્રેરણાથી અને તેમની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની હાજરીમાં ક્ષત્રિય તેમજ સર્વ સમાજના લોકોનો સમૂહ શસ્ત્ર પૂજન શાસ્ત્રોક વિધિવત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે કંજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,ભાજપાના જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ, હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિતલભાઈ પટેલ તેમજ ભાજપા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કંજરી રામજી મંદિર ખાતે સમૂહ શાસ્ત્રો પૂજન બાદ ઉપસ્થિત સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળેલ શોભા યાત્રામાં પોતાના પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા.જ્યારે આ રેલી હાલોલના મુખ્ય માર્ગો ઉપર ફરી અરાદ રોડ ત્રણ રસ્તા ખાતે આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ રેલી આગળ વધી નગરના વિવિધ વિસ્તારોમાં થઈ કંજરી રોડ પર આવેલા અક્ષર પાર્ટી પ્લોટ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!