રાજ્યમાં અંધશ્રદ્ધાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, અરવલ્લી જિલ્લામાં થોડા દિવસ અગાઉ, ડાકણ હોવાનો મહિલા પર વહેમ રાખી, બંદુકની ગોળી મારવામાં આવી હતી, જેને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું,, હવે ફરી એકવાર મહિલાને સારવારને બદલે, ભુવા પાસે લઈ જતાં, મહિલાને આકળાના મુળિયાનું પાણી પીડવાનનો આક્ષેપ લાગ્યો છે, જેને કારણે મહિલા મહિલા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે.
મૂળ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં રહેતા પિંકિબહેન રાવળ ભુવાને કારણે અંધશ્રદ્ધાનો શિકાર બન્યા છે. પરિવારજનોનું કહેવું છે કે, મહિલાને શરીરે દુખાવો થતો હતો, જેને લઇને તેમને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા, પીપરાણા ખાતે, એક ભુવાને ત્યાં લઈ ગયા હતા, જ્યાં મહિલાને આકળાના મુળિયાનું પાણી પીવડાવ્યા હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો હતો, ત્યારબાદ મહિલાની તહિયત સતત લથળી હતી.
મહિલાની તબિયત લખડતા, તબક્કાવાર અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા,, જોકે મહિલાની તબિયતમાં કોઈ સુધારો નહીં થતાં, આખરે મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં મહિલા આઈસીયુમાં છે. સમગ્ર ઘટનાને લઇને લઇને હોસ્પિટલ દ્વારા mlc આપવામાં આવ્યું છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે, મહિલાને આકળિયાનું પાણી પીવડાવવાથી, તબિયત લથડી છે.
હાલ મહિલા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે અને બીજી બાજુ પરિજનો પર આભ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જોકે અંધશ્રદ્ધાનો કહેર હજુ પણ યથાવત, જોવા મળી રહ્યો છે, જેને કારણે, ગરીબ તેમજ આર્થિક રીતે અક્ષમ લોકો તેનો ભોગ બની રહ્યા છે, લોકોએ અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ.
જો આ પ્રકારની ઘટના ઘટી હોય તો ખૂબ ચિંતા જનક છે, પોલિસે આ બાબતે તપાસ કરવી જોઈએ. જો આ પ્રકારની ખુલ્લેઆમ ભુવા લોકોની જિંદગી સાથે છેડછાડ કરતા હોય, અને સ્થાનિક પોલિસને ખ્યાલ જ ન આવે તો પોલિસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.