28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી પોલિસને ગેરમાર્ગે દોરી પણ… પત્ની ની હત્યા કરનાર પતિ પોલિસ સકંજામાં,...

અરવલ્લી પોલિસને ગેરમાર્ગે દોરી પણ… પત્ની ની હત્યા કરનાર પતિ પોલિસ સકંજામાં, ત્રણ સંતાનો નિરાધાર થયા

0
106

અરવલ્લી જિલ્લામાં ઘણાં સમયથી લાશ મળવાનો સિલસિલ તો કેટલીક જગ્યાએ અંધશ્રદ્ધાની ઘટનાઓ સામે આવી છે, આ વચ્ચે થોડા દિવસ પહેલા મહિલાની મળી આવેલી લાશ મામલે પોલિસે ગુનાની ગંભીરતા દાખવી, આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપી બીજુ કોઈ નહીં પરંતુ, મૃતક મહિલાનો પતિ જ હતો.

ખુનના ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લેતી માલપુર પોલીસ

અરવલ્લી જિલ્લાના માલપુર પોલિસ મથકે તા. 12/10/2024 ના રોજ  બી.એન.એસ.ની ક.103(1) મુજબનો ખુનનો ગુન્હો દાખલ થયેલ હતો. મૃતક મહિલા પારૂલબેન ઉર્ફે ધરતીબેન હિતેશભાઈ ચેહરાભાઈ ખાંટ પરસોડા ગામે તેમના માસીના ઘરે ગયા હતા, જેથી મહિલાનો પતિ હિતેશભાઈ ચેહરભાઈ ખાંટ તેમને લેવા માટે પરસોડા ગામે ગયા હતા, જ્યાંથી મોટર સાયકલ પર બેસાડી ઝાલોદર ગામે તેમના પીયર જવાનું છે, તેમ કહીંને નિકળી ગયા હતા. આ સમય દરમિયાન હમીરપુર ગામની સીમમાં ગયા હતા, પતિ-પત્ની વચ્ચે કોઈપણ કારણોસર તકરાર થઈ હતી, જે બાદ અવવારૂ જગ્યાએ નાળીયામાં લઈ જઈને પારૂલ ઉર્ફે ધરતીબેનની તેમના પતિ હિતેશભાઈ ખાંટે બેરહેમીથી ગળું દબાવી હત્યા કરી દીધી હતી.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવારના માર્ગદર્શન હેઠળ માલપુર પોલિસ સ્ટેશનના પીઆઈ કે.ડી. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા માલપુર પોલિસે પારૂલબેન ઉર્ફે ધરતીબેન ની લાશ મળતા જ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી. પોલિસને મૃતક મહિલાના પતિ પર શંકા ગઈ હતી, કારણ કે મહિલાને લેવા માટે તેનો પતિ જ ગયો હતો, ત્યારબાદ તેની લાશ મળી આવી હતી. એટલું જ નહીં પોલિસે અંગત બાતમીદારો ઉભા કરી તેમજ ટેક્નીકલ સોર્સના માધ્યમથી મર્ડરના ગુન્હામાં મૃતક પારૂલબેન ઉર્ફે ધરતીબેનના પતિ હિતેષભાઈ સંડોલાયલ હોવાની જાણ થઈ હતી. સમગ્ર ઘટના બાદ આરોપી ફરાર થઇ ગયો હતો, જોકે માલપુર પોલિસની ટીમે ઘટનાની ગંભીરતા દાખવી ગણતરીના કલાકોમાં ફરાર થઈ ગયેલ આરોપી હિતેશભાઇ ચેહરાભાઇ ખાંટ રહે.ગણેશખાંટના મુવાડા તા.માલપુર જી.અરવલ્લીવાળાને દબોચી લીધો હતો.

સમાજમાં કેટલીયવાર આવા નાના-નાના ઝઘડા થતાં હોય છે, અને તેનું સમાધાન પણ આવતું હોય છે, પણ કેટલીકવાર આવેશમાં આવીને કાયદો હાથમાં લઇને આ પ્રકારનું કૃત્ય કરવાથી તેમના બાળકોને તેની સજા મળતી હોય છે. પતિ-પત્નીના ઝઘડામાં આજે માતા હયાત નથી તો પિતા જેલમાં પહોંચી ગયા છે.

કૌટુંબિક ઝઘડા થાય તો શું કરવું?
ગુજરાતના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની માર્ગદર્શનથી તથા ગુજરાત રાજય કાનૂની સત્તા મંડળના સહકારથી સમગ્ર ગુજરાતમાં ‘ઉજાસ એક આશાની કિરણ’ ના નામથી કૌટુંબિક પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યપધ્ધતિ અમલમાં મુકવામાં આવી છે.આ કાર્યકમનું આપણા ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ ઘ્વારા કરવામાં ઉદઘાટન આવ્યુ છે.આ કાર્યપધ્ધતિનો હેતુ એવો છે કે, કૈાટુંબિક પ્રશ્નોનું નિરાકરણ પ્રથમ તબકકે જ કરવું જોઇએ જેથી કૈટુંબિક કંકાસના કારણે કૈટુંબિક રચનાઓને હાનિ ન થાય અને તેની પાછળ ‘વાસુદેવ કુંટુંબમ્બકમ’ ની થીયરી ને ઘ્યાનમાં લેવામાં આવેલ છે જેમાં મીડીયેટર આવા કેસોના નિકાલ માટે સક્ષમ વ્યકિતઓ ઘ્વારા બન્ને પક્ષકારોને સમજાવવા માટે મથ્થી કરવામાં આવશે તેમાં એક ન્યાયાધીશ તથા એક તાલીમ પ્રાપ્ત મીડીયેટરની નિમણૂક કરવામાં આવી છે. આ માટે અલગ અલગ જાહેર સ્થળોએ પોસ્ટર્સ લગાવી વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!