ગોધરા,
પંચમહાલ જીલ્લામા રહેતા મકાનમાલિકો હવે ભાડે મકાન આપતા પહેલા 100 વખત વિચારજો કારણ કે તમે ભાડુઆતની નોધણીનુ નહી કરો તો તમારે પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાત પોલીસ દ્વારા તારીખ 12 ઓક્ટોમ્બરથી 27 ઓક્ટોમ્બર સુધી ભાડુઆતની નોધણીન લઈને વિશેષ ડ્રાઈવ શરૂ કરવામા આવી છે. જેના ભાગરૂપે પંચમહાલ પોલીસની એસઓજી શાખા દ્વારા ઝુંબેશના ભાગરુપે આજે પંચમહાલ જીલ્લામા 19 જેટલા મકાન માલિકો સામે પોલીસ કાર્યવાહી કરવામા આવતા ફફડાટ વ્યાપી ગયો છે.
પંચમહાલ જીલ્લામા રહેતા મકાન માલિકો મકાન અન્ય ઈસમો કે પરપ્રાન્તિય લોકોને ભાડે આપે છે ત્યારે તેને લઈને જાહેરનામાનુ પાલન કરે છે. કે કેમ તેને લઈને જીલ્લા રેન્જ આઈ આર.વી.અસારી તેમજ જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા તપાસના આદેશ આપવામા આવ્યા હતા. જેને લઈને પંચમહાલ જીલ્લા પોલીસની એસઓજી ટીમ દ્વારા તપાસ જીલ્લામા હાથ ધરાવામા આવી હતી. જેમા તપાસ દરમિયાન કેટલાક મકાન માલિકો દ્વારા ભાડુઆતોની નોધણીને લઈને તપાસ હાથ ઘરવામા આવી હતી. જેમા જીલ્લામા કુલ-19 મકાન માલીકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.ત્યારે આ વિશેષ ડ્રાઇવ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.તેવી માહિતી મળી હતી.