ગોધરા,
પંચમહાલ જીલ્લા ગુજરાત આશા કર્મચારી સંઘ દ્વારા આશાવર્કર અને આશા ફેશિલીટર ની વિવિધ પડતર માગણીઓને લઈને લેખિત આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ,જેમા પગાર વઘારો, તેમજ કામગીરીના દિવસોમા વધારો,અવસાન બાદ વીમા યોજનાનો લાભ,સરકારી આવાસ યોજનાનો લાભ, ,સુપરવાઈઝરનો હોદ્દો, ઈપીએફનો લાભ,રસીકરણમા પ્રશિક્ષણ,સહિતના લાભો આપવામા આવે તેવી માંગ કરવામા આવી હતી.
જીલ્લા વહીવટીતંત્રને આપવામા આવેલા લેખિત આવેદનપત્રમા જણાવ્યા અનુસાર ભારત સરકારના પરિવાર કલ્યાણ મંત્રાલયને આધિન દેશમા 11 લાખ આશાવર્કર અને 1 લાખ આશા ફેશિલીટર કાર્યરત છે. તેમની કામગીરીમાં રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રસીકરણ સહીતની કામગીરી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય લક્ષી યોજનામા પણ મદદ કરે છે. વધુમા જણાવામા આવ્યુ હતુ કે સરકારો દ્વારા તેમના ભરણ પોષણ તેમજ તેમની આજીવિકા તરફ યોગ્ય રીતે ધ્યાન આપવામા આવી રહ્યુ નથી. 2017મા જ્યારે ભાજપાની સરકાર બની ત્યારે અમને લાગ્યુ કે અમારી માંગણીઓ પણ જરુરીયાત મુજબ ધ્યાન આપવામા આવશે.કોવિડમા પણ આશાબહેનોને જીવના જોખમે કામગીરી બજાવી આશાબહેનો દ્વારા માગણી કરવામા આવી રહી છે કે આશાવર્કર અને આશા ફેશિલીટર બહેનોને પ્રતિમાસ 18,000થી 24,000 વેતન આપવામા આવે તેવી માંગ કરવામા આવે, તેમનો કામગીરીનો સમય 20 દિવસથી વધારીને 30 દિવસ કરવામા આવે, તેમને વીમાસહાય યોજનાનો લાભ આપવામા આવે તેમજ તેમના મરણ પર 15 લાખની ચુકવણી કરવામા આવે, રિટાયર્ડ મેન્ટ બેનીફીટનો લાભ આપવામા આવે, રસીકરણ માટે પ્રશિક્ષણ આપવામા આવે,વિઝીટ માટે ઈલેક્રટ્રીક સ્કુટી આપવામા આવે, મુખ્યમંત્રી, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામા આવે, સાથે ઈપીએફ,ઈએસઆઈનો લાભ આપવામા આવે, આશા ફેશિલીટરને સુપરવાઈઝરનો લાભ આપવામા આવે,લેપટોપ અને ટેબલેટ આપવામા આવે, સહિતની વિવિધ માંગણીઓ સંતોષવામા આવે તેવી માંગણીઓ કરવામા આવી હતી.