21.2 C
Ahmedabad
Sunday, February 9, 2025

પ્રાંત કચેરીમાં ખેડૂત ખરાઈ માટે ખેડૂત પાસે માંગ્યા ખર્ચા-પાણી..! સાંભળો IAS પ્રાંત અધિકારી શું કહ્યું


અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર પરકાષ્ટાએ પહોંચ્યો…..?
જિલ્લા સેવા સદનમાં ભ્રષ્ટાચારની બૂમો…
થોડા વર્ષ અગાઉ ટાઉન પ્લાનિંગ અધિકારી લાંચમાં ઝડપાયો હતો
2023માં મોડાસા પ્રાંત કચેરીનો કર્મચારી ACB છટકામાં આવ્યો હતો..
હવે, ફરીથી મોડાસા પ્રાંત કચેરીમાં ભ્રષ્ટાચારની ઉઠી બૂમ..
ખેડૂત ખરાઈના પ્રમાણ પત્ર કઢવવા માટે માંગવામાં આવે છે ખર્ચા-પાણીનો ખર્ચ

અરવલ્લી જિલ્લામાં છાશવારે ભ્રષ્ચાચારની બૂમો ઉઠવા પામતી હોય છે,, પણ સરકારી બાબૂઓને કોઈ જ ફરક પડતો નથી, અને લાચાર અરજદારો વારંવાર પરેશાન થતાં હોય છે. ફરી એકવાર જિલ્લા સેવા સદનમાં કાર્યરત મોડાસા પ્રાંત કચેરીમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે. અહીં કામ સામે નાણાં નહીં,, પણ.. ખર્ચા પાણી માંગવામાં આવે છે. અરજદારે ખેડૂત ખરાઈની ઓનલાઈન અરજી કરી હતી,, તેમની પાસે ખર્ચા-પાણી માંગવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, અરજદારે જણાવ્યું કે, 28-09-2024 ના રોજ ખેડૂત ખરાઈ પ્રમાણ પત્ર માટે ઓનલાઈન 2 હજાર રૂપિયા ફી ભરી અરજી કરી હતી. ત્યારબાદ શિરસ્તેદારને ઓફલાઈન અરજી પણ આપી હતી. ખેડૂતે આક્ષેપ કર્યો કે, થર્ડ પાર્ટી પાસે મેસેજ કરાવી, ખર્ચા-પાણી પેટે આપી દેજો. ખેડૂતે જણાવ્યું કે, તેઓ સાચા હતા, એટલે ખર્ચા-પાણી આપવાની ના પાડતા, તેમની અરજી દફ્તરે કરી દીધી અને તેઓને પૂરતો સમય આપ્યો નથી. આ અંગે ખેડૂતે મોડાસા પ્રાંત અધિકારી સાથે રૂબરૂ મળતા, સો કોઝ નોટિસ નાયબ મામલતદારને આપી ખુલાસો કરવા જણાવ્યું હતું.

Advertisement

મોડાસા પ્રાંત કચેરીમાં ખર્ચા-પાણી નો ખર્ચ લેવાતો હોવાની બૂમો ઉઠતા, અધિકારી મીડિયા સામે આવ્યા હતા. આ સમગ્ર મામલે મોડાસા પ્રાંત અધિકારી દેવેન્દ્રકુમાર મીણા જણાવે છે કે, અરજદાર પોપટભાઈના નામમાં વિસંગતતા હતી, જેને લઇને અરજદાર રૂબરૂ મળવા આવ્યા હતા. મોડાસા પ્રાંત અધિકારીએ અરજદારને જણાવ્યું કે, તેઓ નામની ખરાઈ કરતું પ્રમાણપત્ર આપે અને કચેરી દ્વારા તેઓને ખેડૂત ખરાઈનું પ્રમાણ પત્ર એનાયત કરાશે.

Advertisement

Advertisement

મોડાસા પ્રાંત કચેરીના કર્મચારીએ ખર્ચા-પાણી પેટે નાણાં માંગવાના આક્ષેપો ને લઇને, કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેથી, કચેરીની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ પહેલા મોડાસા પ્રાંત કચેરીમાં કર્મચારી લાંચમાં ઝડપાઈ ગયો હતો… હવે, મોડાસા પ્રાંત કચેરીમાં ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો છે, તેમ કેવી રીતે કહી શકાય ? તે પણ એક સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!