33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines 16 વર્ષથી ફરાર આરોપીને ઉત્તરપ્રદેશના ગાજીપુરથી પકડી પાડતી ધનસુરા પોલિસ

16 વર્ષથી ફરાર આરોપીને ઉત્તરપ્રદેશના ગાજીપુરથી પકડી પાડતી ધનસુરા પોલિસ

0
120

અંકિત ચૌહાણ/જય અમીન
છેલ્લા ૧૬ વર્ષથી અકસ્માત (ફેટલ)ના ગુન્હાનો નાસતા-ફરતા આરોપીને ઉત્તરપ્રદેશના ગાજીપુર જીલ્લાના શાદીયાબાદ ખાતેથી ઝડપી પાડતી ધનસુરા પોલીસ ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી શૈફાલી બારવાલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી. વાઘેલા સાહેબ નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચનાઓ આપેલ હતી.

અરવલ્લી જિલ્લા પોલિસ ટીમ દ્વારા નાસતા-ફરતા આરોપીને પકડવા માટેની વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ ના માર્ગદર્શન હેઠળ ધનસુરા પોલિસ સ્ટેશન ના પી.આઈ ડી.જે. પ્રજાપતિ પોલિસ સબ ઈન્સ્પેક્ટર એમ.જે.પટેલ ની ટીમ સાથે બિહાર રાજ્યમાં તપાસમાં ગઈ હતી ત્યારે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતેના રાજ્ય બહારના આરોપીઓની તપાસ કરી તેમને ઝડપી પાડવા સૂચના હતી. જે અનુસંધાને ધનસુરા પોલીસ સ્ટેશન આજથી 16 વર્ષ અગાઉ અકસ્માત ના ગુનાના ફરાર આરોપીને પોલિસે પકડી પાડવામાં સફળતા મળી છે.

ધનસુરા પોલિસ મથકે વર્ષ 2008 માં ઇ.પી.કો. કલમ-૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪(બી) મુજબના નાસતા-ફરતા આરોપી આલાસિંહ રાજેશસિંહ રાજપુત રહે,સરાઇ ગોકુલતા તા.શાદીયાબાદ જી.ગાજીપુર(ઉત્તરપ્રદેશ) નાઓના ઘરે તપાસ કરતા સદરી આરોપી ઘરે મળી આવતા તેને પકડી પાડી ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે. ધનસુરા પોલીસ ટીમે છેલ્લા ૧૬ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!