હાલોલ-ગોધરા-શામળાજી હાઈવે પર અકસ્માત ઝોન પર સ્પીડ બ્રેકર બનાવવાની તેમજ વીજ પોલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે,,, છેલ્લા ઘણાં સમયથી સ્પીડ બ્રેકર તેમજ વીજ પોલ ન હોવાથી અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી હતી,, તો વીજ પોલ ન હોવાથી રાત્રીના સમયે સ્થાનિક લોકોને પણ મશ્કેલીઓનો સામનો કરવો પડ હતો.. આ સાથે જ માલપુરથી નજીક બ્રિજ પર જાળી નાખવાની પણ કેટલાય સમયથી માંગ હતી.
આ અંગે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સંબંધિત વિભાગ તેમજ રોડ એજન્સીને રજૂઆતો કરી હતી,, તંત્ર તેમજ એજન્સીને રજૂઆત કરાતા, આખરે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી ક્યાંક પૂર્ણ કરાઈ છે, તો કેટલીક જગ્યા કામગીરી ચાલુ છે,, એટલું જ નહીં માલપુર નગરમાં વીજ પોલિસ નાખવાની કામગીરી એજન્સી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ અંગે ગુજરાત વાલ્મિકી સંઘટનના પ્રમુખે લાલજી ભગતે તંત્ર તેમજ એજન્સીનો આભાર વ્યક્ત કર્યો હતો.





