32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સૌરાષ્ટ્ર ના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ, કેટલાય વિસ્તારો થયા પાણી-પાણી, નદી-ડેમ છલકાયા

સૌરાષ્ટ્ર ના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ, કેટલાય વિસ્તારો થયા પાણી-પાણી, નદી-ડેમ છલકાયા

0
84

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, બોટાદ, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે ધોધમાર વરસાદને પગલે નદી-ડેમ પણ છલકાયા. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં ખાંભા, બગસરા પંથક, લીલીયા, ધારી ગીર પંથક, સાવરકુંડલા, કુકાવાવ, વડીયા મોરવાડા ખડખડ ખાખરીયા સહિત પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો, જેમાં ઉપરવાસમાં વરસાદને પગલે ખાંભાની નાનુડી નદીમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા. જ્યારે નદીમાં ભારે વરસાદી પાણીની આવક વધતા નાનુંડી ચેકડેમ છલકાયો. ખાંભાના ઉપરવાસના પીપળવા, ગીદરડી, ઉમરીયા, લાસા, ભાણીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ. ખાંભા ગીરના મોટા સરાકડીયા રાયડી, નેસડી હનુમાનપુર, તાલડા સહિત ગામોમાં સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!