ગોધરા,
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા દ્વારા સસ્તા અનાજની દુકાનો પર ઓચિંતી તપાસ કરીને અનાજનો કાળો કારોબાર કરનારાઓ કરનારાઓ સામે લાંલ આંખ કરી છે. શહેરા હોય ક પછી ગોધરા હાલોલ હોય કે પછી કાલોલ, સરકારી અનાજ લોકોને પહોચાડવાના બદલે બારોબાર વગે કરી દેનારાઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. ગોધરા શહેરના સીમલા વિસ્તાર પાસે ઈકોગાડીમાં સરકારી અનાજનો વેચવા લઈ જવાતો હતો. જીલ્લા પુરવઠા વિભાગની ટીમે બે કિલોમીટર સુધી ગાડીનો પીછો કરી ચોક્કસ બાતમીના આધારે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
જીલ્લા પુરવઠા વિભાગના આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી ની ટીમ એક ઈકોગાડીમાં અનાજની હેરફેર કરવામા આવતી હોવાની માહિતી મળતા વોચમા હતી.જેમા બાતમી વાળી ઈકો સિમલા વિસ્તારમાં આવતા તે ઈકો ગાડીનો પીછો કરવામા આવ્યો હતો તેમાની સરકારી ઘંઉનો જ્થોમી, ચણા ,તેમજ તેલના પાઉચ,તેમજ ઈકો ગાડી મળીને કુલ ત્રણ લાખની રકમનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા તાલુકાના બગીડોળ ના પરવાને દારને દિકરા દ્વારા રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને વધેલો સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચી દેવામા આવતો હતો.જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા દુકાનદારનો પરવાનો 90 દિવસ માટે રદ કરી દેવામા આવ્યો હતો અને પરવાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.