ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભારતીય ફિલ્મ અને ચાણક્ય સિરિયલના ડાયરેકટર પદ્મશ્રી ચંદ્રપ્રકાશ દ્વિવેદી ના હસ્તે એવોર્ડ અર્પણ કરાયો.
ડો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનવર્સિટી ખાતે યોજાયેલ સપ્તરંગ શોર્ટ ફેસ્ટ માં જાતિગત ભેદભાવ ને દુર કરવાની પ્રેરણા આપતી શોર્ટ ફિલ્મ ” જલતે દિયે” ને ભારતીય ચિત્ર સાધનાનો બેસ્ટ ફિલ્મ નો એવોર્ડ મળ્યો. ભારતીય ચિત્ર સાધના નવી દિલ્હી અને વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા સપ્તરંગ શોર્ટ ફેસ્ટ યોજાયો. એમાં લગભગ ૨૭૭ શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ અને એનિમેશન ફિલ્મ ની નોધણી થઈ હતી.
આ પ્રસંગે ફિલ્મ નિર્માતાઓ ,અભિનેતાઓ , વિશ્વ સંવાદ કેન્દ્ર ના હોદ્દેદારો, ગુજરાત પ્રાંત પ્રચાર વિભાગના વિજયભાઈ ઠાકર સહિતના હોદ્દેદારો, ડો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર , વગેરેએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ચંદ્રકાન્ત પટેલના જણાવ્યા અનુસાર ભારત ને વૈભવશાળી બનવું હશે તો એની પ્રિ કન્ડીશન હશે જાતિગત ભેદભાવની નાબૂદી. આ ધરતી પર મનુષ્યનો જન્મ થાય છે ત્યારે કોઈ ચોક્કસ લેબલ સાથે થતો નથી. પરમાત્મા બધાને સરખા બનાવીને ધરતી પર મોકલે છે. કોના ઘેર જન્મ લેવો એની પસંદગી પણ હોતી નથી.. જેમકે આજે આ દુનિયામાં જેટલા બાળક જન્મ્યા હશે એ બધા સમાન છે તો ઊંચ નીચ આવ્યું કયાંથી ? એક્વાર વિચારી લઇએ કે આપણે જેને નીચી જાતિના ગણીએ છીએ ત્યાં પરમાત્માએ આપણને જન્મ આપ્યો હોત તો ?
આપણે હોસ્પિટલમાં સારવાર માટે જઇએ ત્યારે નથી પૂછતા કે નર્સ કે ડોકટરની જાતિ કઈ છે ? શક્તિ પીઠના દર્શને જઈએ ત્યારે બાજુમાં દર્શન કરતા લોકોને આપણે નથી પૂછતા કે એ કઈ જાતિના છે ? બસ, ટ્રેન કે હવાઈ જહાજમાં મુસાફરી કરીએ ત્યારે બાજુમા બેસનારને નથી પૂછતા કે એ કઈ જાતિના છે ? કોઇના લગ્ન પ્રસંગે જમીએ ત્યારે નથી પૂછતા કે રસોડામાં કઈ જાતિના લોકોએ બનાવ્યું છે ? હોટલમાં જમીએ ત્યારે પણ નથી પૂછતા કે વેઇટર કઇ જાતિના છે અને રસોઈ બનાવનાર કઈ જાતિના છે?
આપણે ભારત ને માતા માનીએ છીએ તો ભારતમાં વસતા તમામ ભારતીયોમાં નિકટતા કેટલી હોવી જોઈએ એ આપણે સૌ એ વિચારવું જોઇએ… પરદેશમાં જ્યાં દેશને માતા નથી માનતા ત્યાં જાતિગત ભેદભાવો નથી. જ્યાં સંસ્કૃતિ નથી ત્યાં જાતિગત ભેદભાવો નથી તો આ સુસંસ્કૃત દેશ જાતિગત ભેદભાવ મુક્ત હોવો જોઈએ. દરેક મનુષ્યમાં પરમાત્મા એ એક આગવી શક્તિ પ્રદાન કરી હોય છે પણ આપણે એ શકિતને પારખી શકતા નથી. એ એવી શક્તિ હોય છે કે જે અન્ય કોઈનામાંય જોવા મળતી નથી.એ આગવી શક્તિને આપણે પારખીએ અને એનો રાષ્ટ્રના ઉત્થાન માટે ઉપયોગ કરીએ .
સમાજમાં અત્યારે પંચ પરિવર્તનની આવશ્યકતા છે. સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય.. આ પંચ પરિવર્તન થકી જ ભારત ને વૈભવ શાળી જોઈ શકાશે. શોર્ટ ફિલ્મના નિર્માણ થકી સમાજમાં ગતિથી પરિવર્તન આવી શકે છે…
મંગળ ઉપર હાલ જીવન નથી. હવે લાગે છે કે દુનિયાના દેશો ત્યાં જશે.. વર્ષો પછી કદાચ ત્યાં જીવન હશે. ત્યાં અલગ અલગ દેશોમાંથી લોકો જશે અને ઘર બનાવશે… લાગે છે કે જે દેશના લોકોમાં જાતિગત ભેદભાવ નથી એમને જ ત્યાં પ્રવેશ મળશે…