અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓ અને અધિકારીઓના તાલિમ યોજવામાં આવી હતી. જેમાં મહેસૂલી વિભાગની તાલિમ નિવૃત્ત તલાટી કમ મંત્રી ગિરધરભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવી હતી. નિવૃત્ત તલાટી કમ મંત્રી ગિરધર પંડ્યા મહેસૂલી નમૂના નંબર 1 થી 18 ને લગતી કામગીરી અંગે અધિકારી અને કર્મચારીઓને માહિતગાર કરાયા હતા. આ તાલીમ પૂર્ણ થતાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લાના મહેસુલી કર્મચારીઓ, રેવન્યુ તલાટીઓ,તલાટી કમ મંત્રીઓ તથા અલગ અલગ વિભાગના કર્મચારીઓ માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2024 દરમિયાન મહેસુલ, પુરવઠા, પંચાયત, ટ્રેઝરી, સર્વે માપણી વગેરે વિષયને લગતી તાલીમ નિષ્ણાંત ટ્રેનર દ્વારા આપવામાં આવી હતી.