શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતેના તાલુકા પંચાયતમા આવેલી સંકલિત બાળ વિકાસ અધિકારીની કચેરીમાં મૂખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી જશૂબેન રાઠોડનૂં ટુંકી માંદગી બાદ અવસાન થયુ છે.ગમન બારીયાના મૂવાડા સેજામાં મૂખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા હતા.તેમની તબિયત બગડતા તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.જ્યા સારવાર દરમિયાન તેમનુ અવસાન થયુ હતૂ.તેમના અવસાનના સમાચાર આઇસીડીએસ વિભાગમાં અને તેમના સેજા અંદર આવતી આંગણવાડીઓના કર્મચારીઓને થતા શોકનો માહોલ સર્જાયો હતો. તેમના પાર્થિવ દેહને તેમના માદરે વતન મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ખેમપુર ખાતે લાવામા આવ્યો હતો.જ્યા તેમના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. જશુબેન રાઠોડે મૂખ્યસેવિકાની ફરજ દરમિયાન પોતાના મિલનસાર અને લાગણીશીલ સ્વભાવને કારણે ખાસ કરીને આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાઘર બહેનોમાં સારી એવી ચાહના મેળવી હતી.આઈસીડીએસ વિભાગ શહેરા તેમજ તાલૂકા પંચાયતના તમામ વિભાગના કર્મચારીઓ દ્વારા તેમને શ્રધ્ધાજંલી પાઠવી છે.