38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ: પોલીસનો માનવીય અભિગમ, દિવાળીના પર્વને લઈને ગરીબ પરિવારોના બાળકોને મીઠાઈ અને...

પંચમહાલ: પોલીસનો માનવીય અભિગમ, દિવાળીના પર્વને લઈને ગરીબ પરિવારોના બાળકોને મીઠાઈ અને કપડાની ખરીદી કરાવી

0
91

ગોધરા

પંચમહાલ જીલ્લામાં દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના છેલ્લા ગણાતા આ તહેવારની ધામધુમથી ઉજવણી સૌ કોઈ કરે છે. જરૂરિયાત મંદ અને ગરીબ પરિવારો ધામધુમથી દિવાળીની ઉજવણી કરી શકે તે માટે પંચમહાલ પોલીસ દ્વારા કપડા અને મીઠાઈની ખરીદી કરી આપીને દિવાળી પર્વની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. પ્રકાશના પર્વ અને દિવાળીના તહેવારનો પ્રારંભ થયો છે. ધનતેરસથી લઈને બેસતા વર્ષ સુધીના પાવન પર્વને લઈને સૌકોઈ રંગેચંગે દિવાળીની ઉજવણી કરશે.

પંચમહાલ જીલ્લા પોલીસે માનવતા કી મિશાલની વ્યાખ્યા કરતા ગરીબ પરિવારોના બાળકોને દિવાળીની ખરીદી કરાવી હતી. પંચમહાલ જીલ્લાના જુદા જુદા પોલીસ મથકના પોલીસ અધિકારીઓની કામગીરીને સૌકોઈએ બિરદાવી હતી. શહેરા પોલીસ મથકના પીઆઈ રાકેશકુમાર રાજપુત દ્વારા ગરીબ પરિવારના બાળકોને કપડા ખરીદીને આપવામાં આવ્યા હતા. ગોધરા શહેરના ડોડપા વિસ્તારમાં ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એ.બી ચૌધરી દ્વારા પણ કપડા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા જરૂરીયાત મંદ અને ગરીબ પરિવારોના બાળકોને દિવાળીના તહેવારમાં તેમની । જરૂરિયાત પુરી કરીને સાચા અર્થમા મે આઈ હેલ્પ યુ વ્યાખ્યા સાર્થક કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!