રાજ્યમાં દિવાળી પછી નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં અનોખી રીતે નવું વર્ષ ઉજવાય છે. મોડાસા તાલુકાના રામપુર ગામે પશુઓને ભડકાવવાની પ્રથા જોવા મળી રહી છે,,, અહીં 100 વર્ષ કરતા વધારે સમયથી પશુ ભડકાવવાની, અનોખી પરંપરા ચાલી આવે છે. ગામમાં ગોપાલક સમાજ ની વસ્તી વધુ છે. મોટાભાગના ગ્રામજનો, ખેતી અને પશુપાલનના વ્યવસાય સંકળાયેલા છે. દર વર્ષ, બેસતા વર્ષના દિવસે, વહેલી સવારે, તમામ પશુપાલકો અને ગ્રામજનો મંદિર બહાર એકત્રિત થાય છે.. પહેલા ગામના ચોરે આવેલા રાધાકૃષ્ણ મંદિરે આરતી કરે છે.. ત્યારબાદ, ગામના ચોરે એકત્રિત કરાયેલા પશુઓને ભડકાવવામાં આવે છે. ગામના આગેવાનોનું કહેવું છે કે, પશુઓ ભડકાવવાથી, પશુઓમાં, ક્યારે પણ રોગ આવતો નથી અને પશુઓ તંદુરસ્ત રહે છે.
સામાન્ય રીતે પશુઓ ભડકે તો, કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડતા હોય છે, જોકે ગ્રામજનો માની રહ્યા છે કે, આમ કરવાથી રામપુર ગામે, પશુઓ કોઈને ઈજા પહોંચાડતા નથી.. રામપુર ગામે શ્રદ્ધા સાથે પશુઓ ને ભડકાવવામાં આવે છે.. આટલા વર્ષોથી ગામમાં આવી, પરંપરા ચાલે છે, ગ્રામજનો એમ પણ માની રહ્યા છે કે, આ પરંપરાથી ખેતી ક્ષેત્રે પણ તેમની ખૂબ પ્રગતિ થાય છે. રાજ્યમાં તહેવારોની અલગ-અલગ રીતે ઉજવણી થતી હોય છે ત્યારે નવા વર્ષની પણ કંઈક અનોખી રીતે ઉજવણી કરી, આખુ વર્ષે ગ્રામજનો અને પશુઓ માટે નિરોગી રહે, તે માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે.