અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્યમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. દૂર દૂરથી ભક્તો શામળાજી ખાતે આવી પહોંચ્યા હતા. ભક્તોએ નવા વર્ષની શરૂઆત, ભગવાન શામળિયાના દર્શન કરીને કરી હતી. રાજસ્થાન તરફ જતાં, લોકો શામળાજી મંદિરે અચૂક, દર્શન કરીને જાય છે. દિવાળી અને નવા વર્ષને લઇને શામળાજી મંદિરને રોશનીથી સજ્જ કરવામાં આવ્યું છે. ભક્તોએ શામળિયાના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. યાત્રાધામ શામળાજી ખાતે ભગવાનને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો. ભગવાન શામળિયાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. નવા વર્ષને લઇને વિશેષ આરતી સહિતના આયોજનો કરાયા હતા.
નવા વર્ષને લઇને યાત્રાધામ શામળાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે શામળાજી પોલિસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવળ ન પડે, તે પ્રકારે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.