કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની રોડ પર કરચોન ગામે ટર્નિંગ પર બસની બ્રેક ફેઈલ થતા દસથી વધુ ઘાયલ થયા છે અને એકનુ ઘટના સ્થળ પર જ મોત થયું છે.પ્રાપ્ત વિગત અનુસાર નવસારીની ઓમ સાઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લકઝરી બસમા પ્રવાસીઓ દૂધની જેટી તરફ જઈ રહ્યા હતા તે સમયે કરચોન ગામે ટર્નિંગ પર બસની બ્રેક ફેલ થઈ જતા બસના ચાલકે બેલેન્સ ગુમાવતા એ બસમાંથી કંડકટર કુદી જતા બસના પાછલા ટાયરમા આવી જતા ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ અને દસથી વધુ લોકો ઘાયલ થતા સારવાર અર્થે સબ જીલ્લા હોસ્પિટલ ખાનવેલમાં લઇ જવામા આવ્યા હતા.
Advertisement
Advertisement