30.7 C
Gujarat
Wednesday, August 26, 2026
Home HeadLines અરવલ્લી: મોડાસાના ડીપ વિસ્તારમાં ખાનાપૂર્તિ થતાં માલપુરમાં અસામાજિક તત્વોની હિંમત વધી, ધોળા...

અરવલ્લી: મોડાસાના ડીપ વિસ્તારમાં ખાનાપૂર્તિ થતાં માલપુરમાં અસામાજિક તત્વોની હિંમત વધી, ધોળા દિવસે કાયદો હાથમાં લીધો

0

અરવલ્લી જિલ્લામાં પોલિસ કરતા અસામાજિક તત્વોનો દબદબો વધ્યો !
દિવાળી પહેલા મોડાસાના ડીપ વિસ્તાર બાનમાં લીધાનું પાણી સૂકાયા નથી ત્યાં તો માલપુરમાં હુમલો
શું કોઈ ફરિયાદ ન કરે તો કાર્યવાહી ન થાય?
શું કોઈ ફરિયાદી ઉભો ન થાય તો, પોલિસ ફરિયાદી ન બની શકે?
પોલિસ કાર્યવાહી નથી કરતી, એટલે અસામાજિક તત્વોની હિંમત વધે છે
માલપુરની ઘટનાને લઇને હુમલાખોરોનું સરઘસ કાઢવાની ચર્ચાઓ ચાલી

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગે છે. મારા-મારી, હુમલા જેવી ઘટનાઓ સામાન્ય થવા લાગી છે. પોલિસ મૂકદર્શક બનતા અસામાજિક તત્વોની તાકાત વધી છે. થોડા દિવસ પહેલા મોડાસાના ડીપ વિસ્તારમાં કેટલાક શખ્સોએ બે થી ત્રણ લોકો પર હુમલો કર્યો હતો, આખો વિસ્તાર બાનમાં લીધો હતો, તેમ છતાં મોડાસા ટાઉન પોલિસે ખાનાપૂર્તિ કાર્યવાહી કરતા, હવે બીજી એક ઘટના માલપુરમાં બની છે. જ્યાં એક વેપારી પર લોખંડ જેવા સળિયા લઈને કેટલાક શખ્સો સીડી ઉતરી, નીચે આવે છે, અને ધબધબાટી બોલાવે છે, જેનો વીડિયો વાઈરલ થયો છે. હવે તો લોકચર્ચાઓએ તે પણ ચાલી છે કે, હુમલાખોરો બુટલેગરના મળતિયા અથવા તો સગા છે, જોકે, પોલિસની તટસ્થ તપાસમાં ઘટસ્ફોટ થઈ શકે છે, બાકી તો તપાસ માત્ર ખાનાપૂર્તિ થાય છે, તે તો જગજાહેર છે!

પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના માલપુરમાં દુકાનદાર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો, કઈ બાબતે મામલો ઉગ્ર બન્યો તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પણ જે રીતે કેટલાક શખ્સો તૂટી પડે છે, તેને લઇને સવાલ તો ચોક્કસ થી ઉઠશે કે, માલપુર પોલિસનો કોઈ જ દબદબો રહ્યો નથી, દબદબો માત્ર ને માત્ર અસામાજિક તત્વોનો જ વધ્યો છે. જો માલપુર પોલિસ તટસ્થ, કડક અને સાફ છવી બનાવે તો, અસામાજિક તત્વો બેફામ ન બને અને લોકોનો વિશ્વાસ પોલિસ પર કાયમ થાય, પણ અહીં તો પોલિસ કોના માટે છે, તે જ કોઈને ખ્યાલ નથી, બાકી તો આવી રીતે અસામાજિક તત્વો કાયદો હાથમાં ન લે. લોક ચર્ચાઓ તો એવી પણ ચાલી છે કે, હુમલો કરનારા તો બુટલેગરના નજીકના છે, તો શું પોલિસ હવે આ દિશામાં તપાસ કરશે કે પછી ……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!