અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો હરણફાળ વિકાસ કરી રહ્યો છે, ત્યારે આ વચ્ચે માલપુર તાલુકાના મંગલપુર ગામે જિલ્લાના અધિક કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત કરી હતી. વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે મંગલપુર ગામની મુલાકાત લેતા, ગામની સ્વચ્છતા તેમજ વિવિધ લોકઉપયોગી અને લોકસેવાની સુવિધાને લઇને અધિકારીઓ પ્રભાવિત થયા હતા.
વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે મંગલપુર ગ્રામ પંચાયત ખાતે સામૂહિક શૌચાલયની મુલાકાતે અધિક કલેક્ટર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન કુચારા પહોંચ્યા હતા. આ સાથે જ માલપુર તાલુકા વિકાસ અધિકારી ભૌમિકસિંહ રાઠોડ તથા ગ્રામજનો ઉપસ્થિત રહી સામુહિક શૌચાલયની મુલાકાત લીધી હતી. ગામના સામુહિક શૌચાલયની સ્વચ્છતા તેમજ સુઘડ વ્યવસ્થા બલ મંગલપુર ગામના સરપંચ દીપલબેન પટેલની સારી કામગીરીને લઇને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.